Site icon

Multibagger Stocks: આ શેરે રોકાણકારોને આપ્યું છપ્પડફાડ રિટર્ન, 3 વર્ષમાં જ 1 લાખના બની ગયા 2.6 કરોડ

Multibagger Stocks : શેર માર્કેટમાં તમને આવા સેંકડો મલ્ટિબેગર સ્ટોક્સ મળશે, જેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આમાંના ઘણા એવા છે જેમાં લોકો રૂપિયા લગાવીને કરોડપતિ બન્યા છે. આવા જ એક સ્ટોકનું નામ છે ઈન્ટીગ્રેટેડ ટેક્નોલોજીસ

This railway stock gave superfast returns, 16 times money in 3 years...

This railway stock gave superfast returns, 16 times money in 3 years...

News Continuous Bureau | Mumbai

Multibagger Stocks : શેર માર્કેટ (Share Market) માં તમને આવા સેંકડો મલ્ટિબેગર સ્ટોક્સ (Multibagger Stocks) મળશે, જેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આમાંના ઘણા એવા છે જેમાં લોકો રૂપિયા લગાવીને કરોડપતિ બન્યા છે. આવા જ એક સ્ટોકનું નામ છે ઈન્ટીગ્રેટેડ ટેક્નોલોજીસ (Integrated Technologies). આ શેરે માત્ર 3 વર્ષમાં તેના રોકાણકારોને છપ્પડફાડ રિટર્ન આપ્યું છે.

Join Our WhatsApp Community

જો આ શેરના ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના શેરમાં અદભૂત વધારો જોવા મળ્યો છે. ઈન્ટિગ્રેટેડ ટેક્નોલોજી (Integrated Technologies) ના શેરોએ માત્ર 3 વર્ષમાં તેમના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 73.90 રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીએ આ 3 વર્ષમાં તેના રોકાણકારોને 26 હજાર ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

26,059 ટકા વધી રોકાકારોની સંપત્તિ

કંપનીના શેર 21 જૂન, 2023ના રોજ BSE પર 154.55 રૂપિયાના ભાવે મળી રહ્યા હતા. લગભગ 3 વર્ષ પહેલા 5 જૂન, 2020 ના રોજ BSE પર તેના શેરની અસરકારક કિંમત માત્ર 0.59 રૂપિયા હતી. આ રીતે છેલ્લા 3 વર્ષમાં આ શેરની કિંમત લગભગ 26,059 ટકા વધી છે. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત 2.6 કરોડ રૂપિયા હોત.

ફક્ત 1 લાખ રૂપિયા લગાવીને લોકો બની ગયા કરોડપતિ

જો કોઈ રોકાણકારે આ કંપનીમાં 3 વર્ષ પહેલા માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તે રોકાણ આજ સુધી જાળવી રાખ્યું હોત તો આજે તેની કિંમત વધીને 2.6 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

ઉલ્લેખનીય છે કે, શેર બજારમાં રોકાણ કરવું એ જોખમનું કામ છે. બજારમાં રોકાણ કરતાં પહેલાં શેરની સારી રીતે તમામ જાણકારી મેળવી લેવી જોઈએ. પછી જ માર્કેટમાં રોકાણ કરવું જોઈએ. જેથી તમારા રૂપિયા માર્કેટમાં ફસાય નહીં અને તમારું રોકાણ જોખમ વિના તમારું રોકાણ જળવાઈ રહ્યો.

આ સમાચાર પણ વાંચો : PM Modi In USA : લોકશાહી પર સંદેશ, PAK પર હુમલો, શાંતિની અપીલ… બિડેન સાથે સ્ટેટ ડિનરમાં PM મોદીની 10 મોટી વાતો

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version