Site icon

Multibagger Stock: આ શેર છે કે નોટ છાપવાનું મશીન! છેલ્લા છ મહિનામાં તેના રોકાણકારોના રોકાણમાં થયો 4 ગણો વધારો…

Multibagger Stock: દેશમાં દરરોજ શેરબજારમાં અનેક કંપનીઓ લિસ્ટ થઈ રહી છે. તેમજ ઘણી કંપનીઓ તેના IPO બહાર પાડી રહી છે. જેમાંથી ઘણી કંપનીઓ તેના રોકાણકારોને શેરબજારમાં લિસ્ટીંગની સાથે જ છેલ્લા છ મહિનામાં જ જબદસ્ત વળતર આપીને લાખોપતિ બનાવી દે છે. તો આજે અહીં આજ કેટલાક આવા જ શેરો વિશે.

Multibagger StockThis is a share or note printing machine! In the last six months the investment of its investors has increased 4 times.

Multibagger StockThis is a share or note printing machine! In the last six months the investment of its investors has increased 4 times.

News Continuous Bureau | Mumbai

Multibagger Stock: દેશમાં દરરોજ, SME થી મેઇનબોર્ડ સુધીના IPO શેરબજારમાં ( Stock Market ) લિસ્ટ થાય છે. આ વર્ષે ઘણા  IPO આવ્યા છે, જેણે લિસ્ટિંગ પર રોકાણકારોને મોટો નફો આપ્યો છે. જો કે, આ પછી પણ, કેટલાક શેરોએ વળતર આપવાનું ચાલુ જ રાખ્યું છે અને વર્ષ 2024માં રોકાણકારોને 4.5 ગણું વળતર આપ્યું હતું. એટલે કે જો કોઈએ આ IPOમાં 1 લાખ રૂપિયાનું પણ રોકાણ કર્યું હોત તો તે હાલ 4.50 લાખ રૂપિયાનો માલિક થઈ ગયો હોત. 

Join Our WhatsApp Community

આજે અમે કેટલાક એવા IPO વિશે માહિતી આપી રહ્યા છીએ , જેણે આ વર્ષે રોકાણકારોને અદ્ભુત વળતર આપ્યું હતું. આમાં વ્રુદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સના શેરે સૌથી વધુ વળતર આપ્યું હતું. આ શેર 20 જૂને રૂ. 70ના ભાવની સામે 347 ટકા વધીને રૂ. 313.20 પર પહોંચી ગયા હતા. આ કંપની 3 એપ્રિલે BSE SME એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ હતી. 

Multibagger Stock: જ્યોતિ સીએનસી ઓટોમેશનનો શેર રૂ. 331ના ભાવની સામે 304 ટકાથી વધુ વધીને રૂ. 1337.65 પર પહોંચ્યો હતો…

311% ના વળતર સાથે તેના 4.11 ગણા પૈસા બનાવ્યા હતા, અન્ય SME કંપની ( SME Company ) કેપી ગ્રીન એન્જિનિયર આ યાદીમાં બીજા સ્થાને છે. આનો અર્થ એ છે કે આ કંપનીએ આ વર્ષે 4.11 ગણો કર્યો નફો કર્યો હતો. આ કંપનીના શેર, જે માર્ચ 2024માં શેરબજારમાં આવ્યા હતા,તે  20 જૂન, 2024ના રોજ રૂ. 200ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 592.20 પર ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, બેન્ચમાર્ક BSE સેન્સેક્સ વર્ષ દર વર્ષ ના આધારે લગભગ 7% વધ્યો હતો. 

જ્યોતિ સીએનસી ઓટોમેશનનો ( Jyoti CNC Automation ) શેર રૂ. 331ના ભાવની સામે 304 ટકાથી વધુ વધીને રૂ. 1337.65 પર પહોંચ્યો હતો. એટલે કે વર્ષ 2024માં તેણે રોકાણકારોના નાણાંમાં 4.4 ગણો વધારો કર્યો હતો. વર્ષ 1991 માં સ્થાપિત, આ કંપની મેટલ-કટીંગ કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીનોની વિશ્વની સૌથી મોટી ઉત્પાદકોમાંની એક છે. 

આ સમાચાર  પણ વાંચો :  Sleeping Sickness: ઊંઘની બીમારી દૂર થઈ શકે છે.. ચાડ દેશે કરી આ સિદ્ધિ હાંસલ, આવા રોગોથી 100 દેશોને આઝાદ કરવાની જાણો શું છે WHOની યોજના…

આ કંપનીઓએ બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, તેના રોકાણકારોને 100 ટકા વળતર પણ આપ્યું હતું,  આ બાદ Axicom Tele-Systems, Shri Balaji Valve Components, Rudra Gas Enterprise, Greenhitech Ventures, Storage Technologies and Automation, Pune e-Stock Broking, BLS e-Services, Manoj Ceramic વગેરેએ તેની ઈશ્યુ કિંમતથી શેરની કિંમતમાં 100% થી વધુનો વધારો થયો હતો. આ કંપનીઓને 2024ના પ્રથમ છ મહિનામાં શેરબજારોમાં ( Share Market ) લિસ્ટ કરવામાં આવી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Stock Market Bullish: ધનતેરસ પહેલા જ શેરબજારમાં ‘દિવાળી’: નિફ્ટી 25500 ને પાર, આ બે સ્ટોક્સ માં આવી રોકેટ જેવી તેજી
RBI Governor Sanjay Malhotra: ટ્રમ્પના ટેરિફ સામે RBI ગવર્નરનો સંદેશ: અમેરિકામાં કહ્યું – ભારતના ફંડામેન્ટલ્સ મજબૂત છે, મોટો ખતરો નથી
Exit mobile version