Site icon

લોકડાઉન ખુલતાં જ વાહનોની માંગમાં 425 % જેટલો બમ્પર વધારો નોંધાયો.. જાણો આ અંગે નિષ્ણાતો નો શું મત છે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

06 નવેમ્બર 2020 

મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી 'મિશન બીગન અગેન'ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને એટલેકે – જૂન થી ઓક્ટોબર સુધીમાં મુંબઇમાં વાહન નોંધણીમાં  425% નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

“મુંબઈમાં વાહનની નોંધણી,  મે ગયા વર્ષની સરખામણીમાં  90% ઓછી નોંધણી થઈ હતી, પરંતું જૂન મહિનામાં મિશન બીગન અગેન સાથે રજીસ્ટ્રેશન ની સંખ્યા વધીને 4101 થઈ ગઈ હતી, જે દર મહિને સરેરાશ 694 નવા વાહનો રસ્તાઓ પર ઉતરતા જોવા મળ્યાં હતાં..  ઓક્ટોબરમાં, અચાનક ઉછાળો જોવા મળ્યો. કુલ 21,519 નવા વાહનો ની નોંધણી થઈ હતી. રાજ્યના પરિવહન મંત્રાલયના ડેટાની તાજેતરની રજૂઆતના હવાલાથી પરિવહન અધિકારીએ જણાવ્યું કે, ખાસ કરીને મોટરબાઈક અને કારની નવી માંગમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.

એક મોટર્સ વિકેતાના રિલેશનશિપ મેનેજરે જણાવ્યું હતું કે, “જૂનમાં એક દિવસમાં ફક્ત 4-7 ગ્રાહકોની પૂછપરછ આવી છે, જ્યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં દરરોજ 30થી વધુ ગ્રાહકો શોરૂમ પર પહોંચે છે. ગ્રાહકો મેળવવા માટે અમારે થોડા મહિનાઓ રાહ જોવી પડી હતી, પરંતુ હવે અમારી પાસે બુકિંગમાં ઉછાળો છે અને આ વલણ ચાલુ રહેશે, જે  ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સકારાત્મક છે."

જ્યારે આરટીઓના એક અધિકારીએ જણાવ્યું કે, ઓક્ટોબરમાં મુંબઇમાં રજિસ્ટર થતી કારની સંખ્યા 5,669 હતી અને બાઇકોની સંખ્યા 14,916 હતી. કોવિડ શરૂ થયા પછીની સૌથી વધુ નોંધણી છે. એમ આરટીઓના એક અધિકારીએ જણાવ્યું હતું. નવેમ્બરમાં પણ વાહનોમાં આટલી જ માંગ રહેશે એવું અનુમાન છે..

તાજેતરમાં નવી કાર ખરીદનાર એક યુવકે કહ્યું કે, “કોવિડને કારણે ટ્રાવેલિંગ મોટો મુદ્દો બન્યો છે. અમે બસ, ટ્રેન દ્વારા મુસાફરી કરતા હતાં. પરંતુ હવે સાવચેત છીએ અને અમારી પોતાની કાર રાખવી વ્યવહારુ લાગે છે, જે કોઈપણ ટેક્સી અથવા બસની તુલનામાં સલામત રહેશે. જો કે આવી રહેલા વાર-તહેવારો પણ વધતા વેચાણ માટે સિંહ ફાળો આપતું પરિબળ સાબિત થયું છે.

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version