ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓક્ટોબર 2020
કોરોનાના લોકડાઉન ને કારણે શાળા કોલેજ અને કોચિંગ કલાસ બંધ પડયા છે. જેને કારણે વિદ્યાર્થીઓ પ્રભાવિત થયાં છે. મહારાષ્ટ્ર કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશનના જણાવ્યાં મુજબ ઘણા કોચિંગ કલાસ રોગચાળાના આર્થિક પ્રભાવથી બચી શક્યા નથી અને તેઓને તેમની સંપત્તિ વેચવી પડે એવા દિવસો આવ્યાં છે.. ઝૂંપડપટ્ટીઓમાંથી કાર્યરત કોચિંગ વર્ગોને સૌથી વધુ ફટકો પડ્યો છે. “માતા-પિતા ઓનલાઇન વર્ગો માટે ફી ચૂકવતા નથી અને ઘણાં પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા ઓનલાઇન વર્ગ લેવા માટે ડિવાઇસ નથી. આના કારણે ઘણા વર્ગ બંધ થયા છે” એમ પણ એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું.
ભાડેથી રાખેલી જગ્યાના ચાલતાં ટ્યુટોરિયલ્સમાં માર્જિન ખૂબ ઓછું હોય છે. મકાનમાલિકો બજેટમાં રાહત આપવાનો ઇનકાર કરતા હોવાથી વર્ગ માલિકો પાસે કલાસ બંધ કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જ્યારે કેટલાક લોકો પોતાના કલાસ બીજાને ચલાવવા માટે આપી રહ્યાં છે. દુઃખદ વાત એ છે કે ભંગારમાં કોઈ લેવા તૈયાર નથી અને બેંચ વિક્રેતાઓ, જે એકમાત્ર ખરીદદારો છે. તેઓ સખત સોદાબાજી કરી રહયાં છે. બજારમાં ત્રણ સીટર માટે માત્ર રૂ. 400 થી રૂ .1000 જ ઉપજી રહયાં છે. અને હવે કોચિંગ ક્લાસ ક્યારે ખુલશે એ પણ નક્કી નહીં હોવાથી કોચિંગ કલાસ વાળા હાલ સાવ નવરા અને હતાશ બેઠાં છે.