Site icon

કોરોનાએ ‘ભણતર’નો ચહેરો બદલી નાખ્યો.. 9500 માંથી 30 % કોચિંગ કલાસોએ બેંચ ફર્નીચર વેંચવા કાઢયાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓક્ટોબર 2020

કોરોનાના લોકડાઉન ને કારણે શાળા કોલેજ અને કોચિંગ કલાસ બંધ પડયા છે. જેને કારણે વિદ્યાર્થીઓ પ્રભાવિત થયાં છે. મહારાષ્ટ્ર કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશનના જણાવ્યાં મુજબ ઘણા કોચિંગ કલાસ રોગચાળાના આર્થિક પ્રભાવથી બચી શક્યા નથી અને તેઓને તેમની સંપત્તિ વેચવી પડે એવા દિવસો આવ્યાં છે.. ઝૂંપડપટ્ટીઓમાંથી કાર્યરત કોચિંગ વર્ગોને સૌથી વધુ ફટકો પડ્યો છે. “માતા-પિતા ઓનલાઇન વર્ગો માટે ફી ચૂકવતા નથી અને ઘણાં પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા ઓનલાઇન વર્ગ લેવા માટે ડિવાઇસ નથી. આના કારણે ઘણા વર્ગ બંધ થયા છે” એમ પણ એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું.

ભાડેથી રાખેલી જગ્યાના ચાલતાં ટ્યુટોરિયલ્સમાં માર્જિન ખૂબ ઓછું હોય છે. મકાનમાલિકો બજેટમાં રાહત આપવાનો ઇનકાર કરતા હોવાથી વર્ગ માલિકો પાસે કલાસ બંધ કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જ્યારે કેટલાક લોકો પોતાના કલાસ બીજાને ચલાવવા માટે આપી રહ્યાં છે. દુઃખદ વાત એ છે કે ભંગારમાં કોઈ લેવા તૈયાર નથી અને બેંચ વિક્રેતાઓ, જે એકમાત્ર ખરીદદારો છે.  તેઓ સખત સોદાબાજી કરી રહયાં છે. બજારમાં ત્રણ સીટર માટે માત્ર રૂ. 400 થી રૂ .1000 જ ઉપજી રહયાં છે. અને હવે કોચિંગ ક્લાસ ક્યારે ખુલશે એ પણ નક્કી નહીં હોવાથી કોચિંગ કલાસ વાળા હાલ સાવ નવરા અને હતાશ બેઠાં છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version