ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 2૭ ફેબ્રુઆરી 2022,
રવિવાર,
મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનની શુક્રવારે થયેલી રસાકસી ભરી ચૂંટણીના પરિણામ શનિવારે મોડી રાતે આવ્યા હતા. મત ગણતરીમાં અધ્યક્ષ પદે ભરતભાઈ શાંતિલાલ શાહ ભારે મત મેળવીને તેમના પ્રતિસ્પર્ધીને ભરતકુમાર વિમલભાઈ શાહ(ઘડિયાળી)ને હરાવ્યા હતા. સોમવારે અસોસિએશન ની બેઠકમાં સતાવાર રીતે રીઝલ્ટ ની જાહેરાત કરાશે.
મુંબઈની હીરાબજારના મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ અસોસિએશનની ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી. અસોસિએશનના 14,000 સભ્યોમાંથી 5,500 સભ્યોએ મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં પહેલી વખત પ્રમુખ પદ માટે ડાયમંડ કિંગ ભરત શાહ સામે ભરત વી. શાહ(ઘડિયાળી)એ પડકાર ફેંક્યો હતો. તેથી આ ચૂંટણી ભારે રસાકસી ભરી રહેશે એવું માનવામાં આવતું હતું.
મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ અસોસિએશનની ચૂંટણી દર ચૂંટણીની માફક આ વખતે પણ પ્રગતિશીલ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જોરદાર લડત થઈ હતી, જેમાં શનિવારે મોડી રાત સુધી મતગણના ચાલી હતી.
દર ત્રણ વર્ષે મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ અસોસિએશનની ચૂંટણી થાય છે. તેના લગભગ 14,000 જેટલા સભ્યો છે. દર વખતે ચૂંટણી માં 5000થી 5,000 સભ્યો જ મતદાન કરે છે. આ ચૂંટણીમાં પ્રેસિડન્ટ, વાઈસ પ્રેસિડન્ટ અને સેક્રેટરીની પોસ્ટ મહત્વની છે.