ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
જીએસટીની આંટીઘૂંટી અને કડક નિયમોના વિરોધમાં ભારતના તમામ વેપારીઓ દ્વારા બંધ નું એલાન કરવામાં આવ્યું છે. જોકે મુંબઇ શહેરમાં આ બંધની કોઈ અસર જોવા મળી નથી. મુંબઈ શહેરમાં એપીએમસી માર્કેટ, દાણા બજાર, મસ્જિદ બંદર ની માર્કેટ, હોલસેલ માર્કેટ તેમજ તમામ રીટેલ દુકાનો ખુલ્લી છે.
વાત એમ છે કે મુંબઈ શહેરમાં વેપારીઓ નો ધંધો અત્યારે જામ્યો છે. લોકડાઉન ના ભયથી સ્થાનિક લોકો તેમજ નાના વેપારીઓ સાવધાની પૂર્વક ખરીદી કરી રહ્યા છે. ગત એક વર્ષથી વેપારીઓ ધંધો સંપૂર્ણ રીતે બંધ હતો જે હવે અત્યારે માંડ ગતિ પકડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં બજારો બંધ રાખવાનો કોઈ અર્થ નથી એવું વેપારીઓને લાગે છે. આ સંદર્ભે વધુ જણાવતાં કેમિટ તેમજ સુફીના પદાધિકારી મીતેશ પ્રજાપતિ એ ન્યુઝ કંટીન્યૂઝ ને જણાવ્યું કે હાલ ધંધો બંધ રાખવાનો કોઈ અર્થ નથી. સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓથી અમે પરેશાન છીએ પરંતુ અમે અમારા હાથે કાળી પટ્ટી બાંધીને વેપાર કરીશું. છેલ્લા એક વર્ષથી ધંધો બંધ હોવાને કારણે અનેક વેપારીઓ ની કમર ભાંગી ગઇ છે. આ પરિસ્થિતિમાં અમે બંધમાં સહભાગ નહીં લઈએ.
આમ મુંબઈ શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વેપારીઓનો બંધ દેખાઇ નથી રહ્યો.