Mumbai vs Dubai: દેશની આર્થિક રાજધાનીનો દુબઈની સાથે કોઈ જ મુકાબલો નથી.. ઘણા કિસ્સાઓમાં મુંબઈ દુબઈથી આગળઃ રિપોર્ટ

Mumbai vs Dubai: ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતના અબજોપતિઓ પણ આ યાત્રામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. મુંબઈ માત્ર દેશના સૌથી વધુ અબજોપતિઓનું જ ઘર નથી પણ સૌથી વધુ 5000 સ્ટાર્ટઅપ્સ પણ ધરાવે છે.

by Bipin Mewada
Mumbai vs Dubai The financial capital of the country has no competition with Dubai.. In many cases Mumbai is ahead of Dubai Report.

News Continuous Bureau | Mumbai

Mumbai vs Dubai: દેશની આર્થિક રાજધાની મુંબઈ હવે એશિયાની બિલિયોનેર કેપિટલ ( Billionaire Capital ) બની ગઈ છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2024 મુજબ, 92 અબજોપતિઓ હાલ મુંબઈમાં રહે છે. આ મામલે મુંબઈ હવે વિશ્વમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. ઈતિહાસમાં પહેલી વખત આ મામલે મુંબઈએ બેઈજિંગને પાછળ છોડી દીધું છે. દેશની રાજધાની દિલ્હી આ યાદીમાં 57 અબજપતિઓ સાથે 9માં નંબરે છે. હવે મુંબઈથી આગળ માત્ર ન્યુયોર્ક અને લંડન જ બચ્યા છે. જો કે, મુંબઈની સરખામણી ઘણીવાર દુબઈ સાથે કરવામાં આવે છે. પરંતુ આ યાદીમાં પ્રગતિનું પ્રતિક બની ગયેલું દુબઈ શહેર ટોપ 10માં પણ સામેલ નથી. ત્યાં માત્ર 21 અબજોપતિ રહે છે અને દુબઈ વિશ્વમાં 28મા ક્રમે છે. ચાલો જાણીએ આ બે શહેરો વચ્ચેના કેટલાક વિશેષ તફાવતો. 

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતના અબજોપતિઓ ( Indian billionaire  ) પણ આ યાત્રામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. મુંબઈ માત્ર દેશના સૌથી વધુ અબજોપતિઓનું જ ઘર નથી પણ સૌથી વધુ 5000 સ્ટાર્ટઅપ્સ પણ ધરાવે છે. આ શહેર નવા લોકોને આગળ વધવાની સંપૂર્ણ તક પણ આપી રહ્યું છે. તેની સરખામણીમાં દુબઈમાં માત્ર 300 સ્ટાર્ટઅપ્સ જ ખુલ્યા છે. મુંબઈની જીડીપી ( Mumbai GDP ) અંદાજે 310 બિલિયન ડૉલર હોવાનો અંદાજ છે. તો દુબઈની ( Dubai ) જીડીપી માત્ર 30 અબજ ડોલર છે.

 Mumbai vs Dubai: મુંબઈમાં તમે માત્ર 400 રુપિયામાં જમી શકો છો, દુબઈમાં 910 રુપિયા લાગશે..

જો તમે મુંબઈમાં બહાર ખાવાનું પ્લાન કરો છો, તો તમે માત્ર 400 રૂપિયામાં સારી રેસ્ટોરન્ટમાં જમી શકો છો. જો કે, જો તમે દુબઈમાં બહાર જમવાનો પ્લાન બનાવો છો, તો તમારે લગભગ 910 રૂપિયા ખર્ચવા પડશે. ઈન્ટરનેટ પરના ખર્ચની બાબતમાં પણ મુંબઈ મોખરે છે. અહીં તમે માત્ર 700 રૂપિયામાં 60 Mbps ફાસ્ટ ઇન્ટરનેટનો આનંદ માણી શકો છો. જો તમે દુબઈમાં આ જ કામ કરવા બેસો તો તમારે 7900 રૂપિયા ખર્ચવા પડશે.

આ સમાચાર પણ વાંચો :  Rakhi sawant: સુપ્રીમ કોર્ટે આપ્યો રાખી સાવંત ને 440 વોલ્ટ નો ઝટકો, આદીલ ખાન ના વીડિયો લીક કેસમાં આટલા વખત માં કરવું પડશે સરેન્ડર

દુબઈના સૌથી ધનિક વ્યક્તિ માજિદ અલ ફુટૈમ છે. તે રિયલ એસ્ટેટ, મનોરંજન અને કાર વિતરણ સમૂહ માજિદ અલ ફુટૈમ ગ્રુપના ચેરમેન છે. 2023માં તેમની કુલ સંપત્તિ $6.2 બિલિયન હતી. બીજી તરફ, મુંબઈ અને ભારતના સૌથી અમીર વ્યક્તિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $113.7 બિલિયન હોવાનો અંદાજ છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે.

સૌથી વધુ અબજોપતિઓ સાથે ટોચના 10 શહેરો

ન્યુયોર્ક – 119
લંડન – 97
મુંબઈ – 92
બેઇજિંગ – 91
શાંઘાઈ – 87
શેનઝેન – 84
હોંગકોંગ – 65
મોસ્કો – 59
નવી દિલ્હી – 57
સાન ફ્રાન્સિસ્કો – 52

આ એવા 10 દેશો છે જ્યાં સૌથી વધુ અબજોપતિ છે

ચીન – 814
અમેરિકા – 800
ભારત – 271
બ્રિટન – 146
જર્મની – 140
સ્વિટ્ઝર્લૅન્ડ – 106
રશિયા – 76
ઇટાલી – 69
ફ્રાન્સ – 68
બ્રાઝિલ – 64

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકનું ચિત્ર સ્પષ્ટ: 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 અને 8- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More