Site icon

Mutual Fund SIP: SIP રોકાણ તેની નવી ઊંચાઈએ પહોંચ્યું, જૂનમાં ₹21262 કરોડનું રોકાણ કરાયું, 55 લાખ નવા ખાતા ખોલાયા..જાણો વિગતે..

Mutual Fund SIP: એએમએફઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ગત મહિને 40,608 કરોડ રૂપિયાનો ઈનફ્લો જોવા મળ્યો હતો. તો ઇક્વિટી કેટેગરીમાં સેક્ટરલ/થિમેટિક કેટેગરીમાં સૌથી વધુ રોકાણ સાથે રૂ. 22,353 કરોડ રહ્યા હતા.

Mutual Fund SIP SIP investment hits new high, ₹21262 crore invested in June, 55 lakh new accounts opened..

Mutual Fund SIP SIP investment hits new high, ₹21262 crore invested in June, 55 lakh new accounts opened..

News Continuous Bureau | Mumbai

Mutual Fund SIP:  મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ જૂન, 2024માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP)માં રેકોર્ડ રૂ. 21,262 કરોડનું રોકાણ કર્યું હતું. આ સતત 12મો મહિનો છે જ્યારે SIP રોકાણ ( SIP investment ) તેના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. મે મહિનામાં આ આંકડો 20,904 કરોડ રૂપિયા રહ્યો હતો. માર્કેટ રેલી અને નવા રોકાણના પ્રવાહને પગલે એસઆઈપી હેઠળ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) પણ વધીને હવે રૂ. 12.43 લાખ કરોડ થઈ ગયું છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ( Equity Mutual Funds ) રોકાણ પણ 17 ટકા વધીને ગત મહિને રૂ. 40,608 કરોડની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. જે મે, 2024માં આ આંકડો 34,697 કરોડ રૂપિયા હતો. 

Join Our WhatsApp Community

તો ગયા મહિને મલ્ટિકેપમાં ( Multicap ) રોકાણ હતું તે વધીને હવે રૂ. 4,709 કરોડની 27 મહિનાની ટોચે પહોંચ્યું હતું. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ( Mutual Fund Schemes ) , સેક્ટરલ અથવા થીમેટિક ફંડ્સમાં સતત બીજા મહિને મહત્તમ રોકાણ જોવા મળ્યું હતું. જૂનમાં રૂ. 22,352 કરોડનું રોકાણ આવ્યું હતું.

 Mutual Fund SIP: જ્યારે લાર્જકેપમાં રોકાણ 46 ટકા વધીને હવે રૂ. 970 કરોડની ત્રણ મહિનાની ટોચે પહોંચ્યું હતું…

જ્યારે લાર્જકેપમાં રોકાણ 46 ટકા વધીને હવે રૂ. 970 કરોડની ત્રણ મહિનાની ટોચે પહોંચ્યું હતું. જ્યારે સ્મોલ કેપમાં રોકાણ 16 ટકા વધીને રૂ. 2,260 કરોડ અને મિડ કેપમાં રોકાણ ત્રણ ટકા વધીને રૂ. 2,528 કરોડ થયું છે.           

આ સમાચાર પણ વાંચો :  Mumbai: 16-18 જુલાઈના રોજ અષાઢી એકાદશી માટે દાદર અને વડાલામાં મુખ્ય માર્ગો બંધ રહેશે.. જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગ…               

Amfiના CEO એ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, જૂનમાં કુલ 55 લાખ નવા SIP એકાઉન્ટ્સ ( SIP accounts ) ખોલવામાં આવ્યા હતા. આ સાથે SIP ખાતાની કુલ સંખ્યા વધીને હવે 8.98 કરોડ થઈ ગઈ છે. તે જ સમયે, 32.35 લાખ SIP ખાતાઓ પરિપક્વ થયા અથવા બંધ થઈ ગયા હતા. 

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ જૂન સુધી રૂ. 61.33 લાખ કરોડથી વધુ રહી હતી. બીજી તરફ, સ્થાનિક રોકાણકારોએ ફેબ્રુઆરી 2021 થી 40 મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 5.99 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. આથી બેન્ચમાર્ક NSE નિફ્ટી-50 એ 40 મહિનામાં 65 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version