News Continuous Bureau | Mumbai
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો નવો નિયમ અમલમાં આવ્યો છે, જે મુજબ હવે ઘરના ભાડા પર 18 ટકા GST લાગુ પડશે. આ ટેક્સ રિવર્સ ચાર્જ સિસ્ટમ(Tax Reverse Charge System) હેઠળ વસૂલવામાં આવશે. એટલે કે ભાડુઆતને GST ચૂકવવો પડશે. નિષ્ણાતોના મતે, સ્થાવર મિલકત(immovable property) ભાડે આપવાને GST કાયદા હેઠળ સેવા તરીકે ગણવામાં આવે છે. તેથી તેના પર સર્વિસ ટેક્સ(Service tax) વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિયલ એસ્ટેટ(real estate) નિષ્ણાતના કહેવા મુજબ GST કાયદામાં સુધારાનો મુખ્ય ઉદ્દેશ રહેણાંક જગ્યા ભાડે આપતી એજન્સીઓ પાસેથી ટેક્સ વસૂલવાનો હતો. જો કે કાયદાના ડ્રાફ્ટને જોતા સ્પષ્ટ જણાય છે કે આ વેરો ભાડે મકાન લેનારા લોકો પણ ભોગવશે.
આ ટેક્સ માત્ર GST રજિસ્ટર્ડ લોકો જ ભોગવશે. આ ટેક્સ તમામ કર્મચારીઓ(employees) અથવા કોમર્શિયલ ભાડૂતો(Commercial tenants) પાસેથી લેવામાં આવશે નહીં. ટેક્સ નિષ્ણાતોના(tax experts) કહેવા મુજબ જો તમે ભાડાના મકાનમાં કામ કરો છો, પરંતુ ઘરના ભાડાને તમારા વ્યવસાયના ખર્ચ તરીકે બતાવીને ITRમાં ટેક્સ કપાતનો દાવો નથી કરતા, તો તમારે આ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આ સમાચાર પણ વાંચો : સસ્તી લોનના દિવસો પૂરા- હોમ-કાર લોન થઈ ગઈ મોંઘી- RBIએ રેપો રેટમાં આટલા પોઇન્ટનો કર્યો વધારો
જો ઘરનો માલિક GST રજિસ્ટર્ડ ન હોય, પરંતુ ભાડૂત હોય, તો ભાડૂત પાસેથી 18 ટકાના દરે GST વસૂલવામાં આવશે, અત્યાર સુધી માત્ર વ્યાવસાયિક ઉપયોગ(commercial use) માટે જ ઘરના ભાડા પર GST વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે ભાડાના મકાનનો ઉપયોગ કોમર્શિયલ હોય કે રહેણાંક, જીએસટી જરૂરી છે.
જો કોઈ કંપની તેના કર્મચારીઓ માટે મકાન ભાડે આપે છે, તો કંપનીએ GST ચૂકવવો પડશે. કારણ કે તે ભાડૂત કંપની છે. ભાડૂતે GST રિટર્ન ફાઇલ કરવું પડશે, તેમજ લાગુ પડતો ટેક્સ ચૂકવવો પડશે. તેને ઇનપુટ ક્રેડિટની છૂટ પણ મળશે.