News Continuous Bureau | Mumbai
ઓગસ્ટ મહિનાથી બેંકિંગ સિસ્ટમ (Indian banking system) સાથે જોડાયેલા અને બેંક-એટીએમ(Bank ATM) સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. આ ફેરફારના કારણે તમને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો આ નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.
બેંક ઓફ બરોડાના(Bank of baroda) ગ્રાહકોને નવા નિયમથી થશે અસર. ચેકના ક્લિયરન્સને(Check clearance) લઈને કેન્દ્રીય બેંક(central bank) RBIની ગાઈડલાઈનનું પાલન કરવા બેંક ઓફ બરોડા (BOB)એ પોતાના ચેક પેમેન્ટ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે પહેલી ઓગસ્ટથી 5 લાખ રૂપિયા કે તેથી વધુ રકમવાળા ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ફરજિયાત રહેશે. નહિતર ચેકનું પેમેન્ટ અટકી જશે.
આ સમાચાર પણ વાંચો : ઓનલાઈન ફૂડ ડીલીવર કરતી કંપનીના વળતા પાણી- ઝોમેટોના શેરમાં સતત બીજા દિવસે થયો આટલા ટકાનો મોટો કડાકો
દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ(Banking fraud) રોકવા માટે ચેક માટે 'પોઝિટિવ પે સિસ્ટમ' શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે. આ સિસ્ટમ દ્વારા મેસેજ, મોબાઈલ એપ્સ(Mobile Apps), ઈન્ટરનેટ બેન્કિંગ(Internet banking) કે એટીએમ(ATM) દ્વારા ચેકની માહિતી આપી શકાય છે. ચેકની ચુકવણી પહેલા આ માહિતી ચકાસવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચેકની ચુકવણી પહેલા માહિતીને ક્રોસ-ચેક કરવામાં આવશે. જેમાં જો કોઇ ભૂલ જણાશે તો બેંક ચેક રિજેક્ટ કરી દેશે. અહીં જો 2 બેંકો એટલે કે જે બેંકનો ચેક કપાયો હોય અને જે બેંકમાં ચેક મુકવા હોય તેવો કેસ હશે તો તે અંગે બન્નેને જાણ કરવામાં આવશે.
ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારો આવે છે. તેમજ રજાઓના કારણે બેંકો 13 દિવસ સુધી બંધ રહેવાની છે. આ મહિનામાં સ્વતંત્રતા દિવસ(Independence Day), રક્ષાબંધન(Rakshabandhan), જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો ઉજવાશે. જેના કારણે 13 દિવસ બેંકોમાં રજા રહેશે.