News Continuous Bureau | Mumbai
શેરબજારના(Share market) બિગ બુલ(Big Bull) રાકેશ ઝુનઝુનવાલાની(Rakesh Jhunjhunwala) એરલાઇન કંપની(airline company) અકાસા એરઉડાન(Akasa Air) ભરવા તૈયાર છે. કંપનીએ બુકિંગ(Booking) શરૂ કરી દીધું છે. કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ(Commercial flight Service) આવતા મહિને 7 ઓગસ્ટથી શરૂ થશે. કંપનીની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદના(Mumbai to Ahmedabad) રૂટ પર ઉડાન ભરશે. મુંબઈ-અમદાવાદ રૂટ પર ઉડાન ભરવા માટે અકાસ એર બોઈન્સના(Akas Air Boeings) 737 MAX એરક્રાફ્ટનો(aircraft) ઉપયોગ કરશે.
અકાસા એર એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ ફ્લાઈટની ટિકિટનું(flight tickets) વેચાણ 28 જુલાઈથી શરૂ થશે. કંપનીએ કહ્યું કે 7 ઓગસ્ટથી કાર્યરત મુંબઈ-અમદાવાદ રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ અને 13 ઓગસ્ટથી બેંગલુરુ-કોચી રૂટ(Bengaluru-Kochi route) પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ(Ticket booking) શરૂ થશે. અકાસા એર બે બોઇંગ 737 MAX એરક્રાફ્ટ સાથે વ્યાપારી સેવાઓ શરૂ કરશે. બોઇંગે એક એરક્રાફ્ટની ડિલિવરી(Aircraft delivery) અકાસા એરને આપી છે, જ્યારે બીજા એરક્રાફ્ટની ડિલિવરી આ મહિનાના અંતમાં આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત-સતત ચોથા દિવસે લીલા નિશાનમાં બંધ થયું માર્કેટ-સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા
અકાસા એરએ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ફ્લાઈટ ક્રૂ મેમ્બરના(flight crew members) પોશાક લોન્ચ(Uniform launch) કર્યા હતા. એરલાઈને કહ્યું હતું કે કસ્ટમ ટ્રાઉઝર(Custome trouser) અને જેકેટ રજૂ કરનાર તે પ્રથમ ભારતીય એરલાઈન(Indian Airline) છે. તેમના કપડાં ખાસ આકાશ એર માટે બનાવવામાં આવ્યા છે. કંપનીના આ પોશાક દરિયાઈ કચરામાંથી બનાવવામાં આવ્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે ડ્રેસ ડિઝાઇન કરતી વખતે સુંદરતાની સાથે કમ્ફર્ટ લેવલનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.