News Continuous Bureau | Mumbai
દેશમાં 18 જુલાઈથી ખાદ્યપદાર્થ(food items) પર લાદવામાં આવેલા 5% GSTને ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કઠોળ(Grains), ઘઉં(Wheat) અને લોટના(Wheat flour) લૂઝ વેચાણ(loose sale) પર GST લાગશે નહીં.
હાલમાં જ પ્રીપેકેજ્ડ અનાજ(Prepackaged Grains), કઠોળ, લોટ, છાશ(Chaas) અને દહીં(Yogurt) પનીર પર 5 ટકા GST લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલા આ વસ્તુઓ GSTના દાયરાની બહાર હતી. તાજેતરમાં ચંદીગઢમાં(Chandigarh) મળેલી GST કાઉન્સિલની(GST Council meeting) બેઠકમાં અનેક બાબતો પર GST લાદવાનો નિર્ણય લેવાયો હતો. આ દરો 18 જુલાઈથી લાગુ થઈ ગયા છે, જેને કારણે તેમના લૂઝ વેચાણ પર પણ GST કે કેમ તે અંગે અનેક મૂંઝવણો હતી.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં જબરદસ્ત ઉછાળો- સેન્સેક્સ 700 અંક વધ્યો- જાણો સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ
તેથી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેમના લૂઝ વેચાણ પર કોઈ GST નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) ટ્વિટ(tweet) કરીને કહ્યું હતું કે GST કાઉન્સિલે ઘઉં, લોટ, ચોખા સહિત ઘણી વસ્તુઓના લૂઝ વેચાણને GSTમાંથી છૂટ આપી છે, જેમાં દાળ, ઘઉં, રાઈ, જવ, મકાઈ, ચોખા, લોટ, રવો, બેસન, દહીં અને લસ્સીનો સમાવેશ થાય છે. જોકે તેને પ્રિપેક્ડ કે લેબલેડ તરીકે વેચવામાં આવે તો પાંચ ટકા GST લાગશે.