દેવાળીયા બની ગયેલા અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની માર્કેટ કેપમાં જબરજસ્ત ઊછાળો નોંધાયો છે.
અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની માર્કેટ કેપ ત્રણ મહિનાથી ઓછા સમયમાં 1000 ટકા વધીને રૂ. 8000 કરોડ થઈ ગઈ છે.
રિલાયન્સ જૂથની માર્કેટ કેપ માર્ચમાં રૂ. 733 કરોડ હતી, જે મે મહિનામાં વધીને રૂ. 3,890 કરોડ અને 18મી જૂન 2021ના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂ. 7,866 કરોડ થઈ હતી.
અનિલ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ગ્રુપની કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલની માર્કેટ કેપ છેલ્લા 20 ટ્રેડિંગ દિવસમાં બમણાથી વધુ થઈ ગઈ છે.
રિલાયન્સ પાવરની માર્કેટ કેપ હાલ રૂ. 4,446 કરોડ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રૂ. 2,767 કરોડ અને રિલાયન્સ કેપિટલની રૂ. 653 કરોડ છે.
કરણ જોહરની આ ફ્રેન્ડે તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો કાર્તિક આર્યનને; જાણો વિગત