News Continuous Bureau | Mumbai
દેશમાં સ્થાનિક સ્તરે ઘઉં(wheat), મેંદો(flour) તથા ખાંડ જેવા ઉત્પાદનોનો ભાવ(Price of products) વધવાને કારણે તેની નિકાસ(Export) પર પ્રતિબંધ આવ્યા બાદ હવે ચોખાની નિકાસ(Rice export) પર પણ પ્રતિબંધ તોળાઈ રહ્યો છે.
ભારત સરકાર(Indian Govt) ટૂંક સમયમાં ચોખાની નિકાસ પર અંકુશ લાવવાનો વિચાર કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ ખરીફ મોસમમાં(Kharif season) ચોખાનું ઉત્પાદન(Rice production) ઓછું થયું હોવાની ધારણા છે.
ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. એટલે કે લગભગ 40 ટકા હિસ્સો ચોખાના નિકાસમાં ધરાવે છે. તેથી જો ચોખાની નિકાસ પર અંકુશ આવે તો વૈશ્વિક સ્તરે બજારમાં ચોખાના પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા છે. આ અગાઉ સરકારે ઘઉં તથા ખાંડની નિકાસ પર પણ નિયંત્રણ લાદ્યા છે.
આ સમાચાર પણ વાંચો : દેશના ટોચના આ બિઝનેસમેને દુબઈમાં દીકરા માટે સૌથી મોંઘા ઘર ની કરી ખરીદી- રહસ્યમય ડીલથી દુનિયા અજાણ
એક ચર્ચા મુજબ દેશના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો રહેતો વર્તમાન ખરીફ મોસમમાં ચાખાનું વાવેતર છ ટકા જેટલું નીચું રહ્યું છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) તથા બિહારમાં(Bihar) વરસાદ મોસમનો સરેરાશ 40 ટકા જેટલો ઓછો રહ્યો છે.
ભારતની ચોખાની નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવતા ટુકડા ચોખાની નિકાસ અટકાવવાનો વિચાર હોવાનું કહેવાય છે. સ્થાનિક સ્તરે ચોખાના ભાવ(Rice prices) ઊંચા છે. વિદેશી માંગ અને ચાલુ સીઝનના વાવેતર ઘટવાના અહેવાલ વચ્ચે ચાલુ સપ્તાહમાં જ ચોખાના ભાવ સાત ટકા સુધી વધ્યા છે.