Site icon News Continuous Bureau | Mumbai

રિક્ષા-ટેક્સીના ભાડામાં થશે વધારો-આટલા રૂપિયા વધારો નહીં તો હડતાલ પર ઉતરી જઈશું એવી યુનિયને આપી ચીમકી

News Continuous Bureau | Mumbai

મુંબઈના ટેક્સીવાળાઓ(Taxi drivers) અનેક દિવસથી ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે. જોકે સરકારે હજી સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. તેથી મુંબઈ ટેક્સી યુનિયને(Mumbai Taxi Union) 15 સપ્ટેમ્બરથી હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી છે.

Join Our WhatsApp Channel

ટેક્સીવાળાઓએ આ અગાઉ પહેલી ઓગસ્ટના ટેક્સીની હડતાળની(Taxi strike) જાહેરાત કરી હતી. જોકે તે વગરે હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. હવે જોકે ટેક્સી યુનિયનવાળાએ હડતાળ પર ઉતરવાનું નક્કી કરી લીધું છે.

આ સમાચાર પણ વાંચો : શું તહેવારોમાં ભારતના હીરા ઉદ્યોગમાં ફરી આવશે તેજી

મુંબઈના ટેક્સી યુનિયનને ભાડામાં 10 રૂપિયાનો વધારો એટલે કે મિનિમમ 25 રૂપિયાથી વધારીને તેને 35 રૂપિયા કરવાની માગણી કરી છે. તો ઓટોરિક્ષાવાળાના યુનિયને(Union of Autorickshawmen) પણ ભાડામાં વધારો કરવાની માગણી કરી છે. તો ભાડામાં વધારો નહીં કર્યો તો ટેક્સીવાળાની હડતાળને તેઓ સમર્થન આપશે.

ઓટોરિક્ષાવાળાએ ત્રણ રૂપિયાનો વધારો કરવાની માગણી કરી છે. એટલે મિનિમમ 21 રૂપિયાથી મિનિમમ ભાડામાં 24 રૂપિયા થઈ શકે છે.
સૂત્રોના કહેવા મુજબ બહુ જલદી મુંબઇ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરીટી(Mumbai Metropolitan Region Transport Authority) મુંબઈના ટેક્સી અને રિક્ષાના ભાડામાં(rickshaw fare) વધારો કરવાને લઈને બેઠક લેવાના છે.

 

Affordable Starlink In India જિયો સામે ટક્કર વચ્ચે ઈલોન મસ્કનો મોટો દાવ શું ભારતમાં સામાન્ય નાગરિકો માટે સસ્તું થશે સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ?
Fuel Price Hike રિટેલ ઈંધણ બજારમાં મોટો ભડકો; નાયરા એનર્જી પછી આ કંપનીઓએ પેટ્રોલડીઝલના ભાવમાં કર્યો તોતિંગ વધારો
Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Exit mobile version