Site icon

 દુકાનદારો માટે મોટા સમાચાર: કોઈ ગેરંટી વિના Paytm આપશે હજાર કરોડ સુધીની લોન… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 નવેમ્બર 2020

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ હવે વેપારી ધિરાણના વ્યવસાયમાં તેની પકડ મજબૂત  કરી રહી છે. પેટીએમએ માર્ચ 2021 સુધીમાં નાના વેપારીઓને 1000 કરોડ રૂપિયાની લોન આપવાની યોજના બનાવી છે. પેટીએમ એવા વેપારીઓને લોન આપશે જેમને બેન્ક તરફથી લોન મળી શકતી નથી. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019- 20 માં પણ પેટીએમએ એમએસએમઇઓને લોન પેટે 550 કરોડ રૂપિયા આપ્યા હતા. 

 

પેટીએમએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે અમારા 1.7 કરોડ ડેટાના આધારે બિઝનેસ સેક્ટરને 1,000 કરોડ રૂપિયાની લોન આપીશું. આ લોન મારફતે દુકાન માલિકો તેમના વ્યવસાયને ડિજિટલ કરી શકશે અને કામગીરીમાં વિવિધતા લાવી શકશે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં સુધારો થશે અને તેમને ડિજિટલ ઇન્ડિયા મિશનમાં જોડાવામાં મદદ મળશે. પેટીએમ દ્વારા લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ છે. જેમાં લોન માટે અરજી કરવાથી લઈને મંજૂરી મળ્યા બાદ લોન જારી કરવાની પ્રક્રિયા સામેલ છે. એનબીએફસી અને બેંકોની સાથે પાર્ટનરશિપ બાદ લોન માટેની અરજી કરનારને કોઈ એક્સ્ટ્રા ડોક્યૂમેન્ટ્સ આપવાની પણ જરૂર પડતી નથી’

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે તે સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ની વૃદ્ધિ માટે નીચા વ્યાજદરોમાં પાંચ લાખ રૂપિયા સુધીની ગેરન્ટેડ લોનનું વિસ્તરણ કરી રહી છે. આ લોન દુકાનદારના પેટીએમ સાથે દૈનિક સમાધાનના આધારે વસૂલ કરવામાં આવે છે અને તેના સમય પહેલાં ચૂકવણી પર કોઈ ફી લેવામાં આવતી નથી. 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version