ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 ઓક્ટોબર 2020
સુપ્રીમ કોર્ટ (SCI)માં નોકરી કરવાની શાનદાર તક સામે આવી છે. જો તમે BE અથવા Btech કર્યું છે, અથવા કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટ્સ ડિગ્રી મેળવી છે, તો આ શાનદાર નોકરી તમારી રાહ જોઈ રહી છે. ભારત સરકારની આ નોકરી માટે નોટિફિકેશન જાહેર થઈ ચુક્યું છે. આ સમાચારમાં વિગતો, નોટિફિકેશન, એપ્લીકેશન ફોર્મની લીંક આપવામાં આવી રહી છે.
• શાખા અધિકારી (નેટવર્ક એડમિનિસ્ટ્રેટર) – 1 પોસ્ટ (બેઝિક પગાર – દર મહિને 67,700 રૂપિયા)
• શાખા અધિકારી (વેબ સર્વર એડમિનિસ્ટ્રેટર) – 1 પોસ્ટ (બેઝિક પગાર – દર મહિને 67,700 રૂપિયા)
• શાખા અધિકારી (ડેટાબેસ સંચાલક) – 2 પોસ્ટ (બેઝિક પગાર – 67,700 દર મહિને)
• જુનિયર કોર્ટ સહાયક (હાર્વેયર મેન્ટેનન્સ) – 3 પોસ્ટ્સ (બેઝિક પગાર – દર મહિને 35,400 રૂપિયા)
• વહીવટી કારણોસર ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
કેવી રીતે કરશો અરજી ?
• આ વેકેન્સી માટે તમારે ઓફલાઇન અરજી કરવી પડશે. નોટિફિકેશન સાથે અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. તમે તેને નીચેની નોટિફિકેશન લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
• ડાઉનલોડ કર્યા બદા એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ કાઢો. ત્યારબાદ નોટિફિકેશનમાં જણાવેલ માર્ગદર્શિકા અનુસાર તેને ભરો અને અહીં આપેલા સરનામાં પર મોકલી આપો.
• બ્રાંચ ઓફિસર (રિક્રૂટમેન્ટ સેલ), સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા, તિલક માર્ગ, નવી દિલ્હી – 110001
• તમારી સંપૂર્મ ભરેલી એપ્લિકેશન 6 નવેમ્બર 2020 સુધીમાં આ સરનામાં પર પહોંચવી જોઈએ. આ તારીખ પછી પ્રાપ્ત થયેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
કેવી રીતે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે તમારે?
ખાલી જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષણ (ઓબ્જેક્ટિવ ટાઈમ ટેસ્ટ), એપ્ટીટ્યૂટ ટેસ્ટ (ઓબ્જેક્ટિવ ટાઈપ) અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.