ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
મુંબઈ શહેરમાં સપ્ટેમ્બરના પહેલા 20 દિવસમાં રીઅલ એસ્ટેટનાં વેચાણમાં મોટો વધારો જોવા મળ્યો છે. રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના આંકડા દર્શાવે છે કે, મુંબઇમાં ઓગસ્ટના 31 દિવસની તુલનામાં 20 સપ્ટેમ્બર સુધીમાં વધુ મકાનો વેચાયા છે. ઓગસ્ટમાં મુંબઇ શહેરમાં નોંધાયેલા વેચાણની સંખ્યા 2,642 હતી. જ્યારે સપ્ટેમ્બરના પ્રથમ 20 દિવસમાં જ નોંધાયેલા વેચાણ દસ્તાવેજોની સંખ્યા 2,717 હતી.
નિષ્ણાતો કહે છે કે સપ્ટેમ્બરનો આંકડો અગાઉ ઓગસ્ટનો આંકડો પાર કરી ગયો હોત, પરંતુ શ્રાદ્ધ પક્ષને કારણે લોકો નવાં કામો કરવાથી દૂર રહયાં હતાં. સપ્ટેમ્બર માં ઘરનાં દસ્તાવેજો માં અચાનક જોવાં મળેલી તેજીનું એક કારણ છે શ્રાદ્ધ પક્ષનો અંત અને બીજું કારણ છે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને 2% કરી દીધી છે.
એક રિયલ્ટી નિષ્ણાંત કહે છે કે આ મહિનાના અંત સુધીમાં મુંબઈમાં વેચાણની સંખ્યામાં વધારો થશે. “અપેક્ષા એવી છે કે ઉત્સવની મોસમ નજીક હોવાથી વેચાણ વધશે. કોવિડે દરેક વસ્તુને સ્થગીત કરી દીધી હતી. હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે, જે એક સારો સંકેત છે. "
# ઓગસ્ટમાં રજિસ્ટ્રેશનની સંખ્યા 2,642 થઈ હતી. જેની આવક રૂ. 176 કરોડ હતી. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 2,717 વેચાણ દસ્તાવેજોની નોંધણીથી એકત્રિત થયેલી આવક 95.47 કરોડ રૂપિયા થઈ હતી.
# જુલાઇમાં મુંબઇમાં 2,663 વેચાણ થયું, જેનાથી રજિસ્ટ્રેશન વિભાગને 214 કરોડ રૂપિયા મળ્યા હતાં.
# જૂનમાં 1,839 વેચાણ દસ્તાવેજોની નોંધણી દ્વારા 153.20 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
# મે મહિનામાં, 207 નું વેચાણ થયું. જે દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી વિભાગ માટે 16.37 કરોડ રૂપિયા પેદા કરે છે.
# એપ્રિલમાં કોઈ વેંચાણ દસ્તાવેજ નોંધાયા ન હતા, ફક્ત 27 લીવ એન્ડ લાઇસેંસના દસ્તાવેજો ઓનલાઈન નોંધાયા હતા.. આમ કહી શકાય કે ધીરે ધીરે રીઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી રહી છે, નોંધાયેલા વેચાણની સંખ્યા આ ક્ષેત્ર માટે સકારાત્મક સમાચાર છે.
