ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
શેરબજારમાં રોકાણકરો માટે અતિ મહત્વના સમાચાર છે. રોકાણકારો જો આ 15 નિયમોનું પાલન કરશે તો તેમને સીધો ફાયદો થવાની સાથે જ કોઈ પણ જાતની પેનલ્ટી ભરવાથી બચી શકશે.
આગામી 15 મી સપ્ટેમ્બરથી નીચેના 9 નિયમો પાળજો–
1) કોઈપણ સેગમેન્ટમાં ઇન્ટ્રાડે કરવા બદલ કોઈપણ જાતની પેનલ્ટી લાગતી નથી (Equity, F&o, Commodity) પરંતુ સોદો થયો હોય તેમાં લોસ આવે અને દિવસ ના અંતે લેજર નેગેટીવ રહે તો તે બેલેન્સ ઉપર પેનલ્ટી આવે છે. આ વાતને ધ્યાનમાં રાખી એડવાન્સમાં જ લેજરમાં પર્યાપ્ત બેલેન્સ રાખવી.
2) તમારા જૂના પડેલા શેર વેચવા માટે કોઈ માર્જિનની જરૂર નથી. જે રીતે પહેલા વેચાણ કરતા હતા તે રીતે વેચી શકાય છે. (શેર ડી-મેટ એકાઉન્ટમાં અથવા pledge માં હોવા જોઈએ, Receivable માં નહીં) ટૂંકમાં કહીયે તો છેલ્લા 2-3 દિવસની અંદર લીધેલા શેર્સ ને વેચવા માર્જીન જરૂરી છે. તે પહેલાના શેર્સ વેચવા માર્જીન જરૂરી નથી.
3) જે શેરનું વેચાણ તમે આજે કરી રહ્યા છો તેના પૈસા બે દિવસ (T+2) પછી આવે છે, તો તેજ દિવસે બીજા કોઈ શેર ખરીદવા અલગ થી 20 % માર્જિન આપવું પડશે. દા.ત- આજે સોમવારે તમે 10 લાખના શેર્સ વેચ્યા, તો તે શેર્સના વેંચાણ રકમનો ફાયદો મંગળવારના કોઈ અન્ય શેર્સ ખરીદ કરો તેની સામે એડજસ્ટ ના થઇ શકે. જો ઉપરોક્ત મુજબ એડજસ્ટ કરવું હોય તો શેર્સ વેચો એના 2 દિવસ પછી નવા શેર્સની ખરીદી કરવી.
4) નવા નિયમ મુજબ જો તમે કોઇ પણ શેર ની ડીલેવરી ખરીદી કરવા માંગતા હોય તો તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર ખરીદી ની કુલ રકમના 20% રૂપિયા જમા હોવા જોઈએ અથવા તમારા pledge કરેલા શેરની સામે જે રકમની લિમિટ મળે છે તે લિમિટ શેર ખરીદીની કુલ રકમના 20% થવી જોઈએ. તો જ કોઈ પેનલ્ટી નહીં લાગે.
5) ગ્રાહક પોતાના શેર pledge કરવા રિક્વેસ્ટ આપે પછી NSDL તરફથી ગ્રાહકના રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર લીંક મોકલશે. ગ્રાહક તે લીંક ઉપર ક્લિક કર્યા પછી પોતાનો પાનકાર્ડ નંબર એન્ટર કરવો પડશે. ત્યાર બાદ જે શેર પ્લેજ કરવાના હોય તેના પર ક્લિક કરવું અને નીચે સબમીટ કરવું. તે પછી રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર ઓટીપી (પાસવર્ડ) આવશે. તેને એન્ટર કર્યા પછી શેર pledge થયા નું કન્ફર્મેશન આવશે અને 1 કે 2 કલાક માં શેર pledge થઈ જશે.
6) Pledge કરેલા શેર ગ્રાહક ગમે ત્યારે વેંચી શકે છે. તેને unpledged કરવાની કોઇ જરૂર હોતી નથી. Pledge કરેલા શેર ગ્રાહકના ડીમેટ એકાઉન્ટમાં જ રહેશે. આ શેરનું ડિવિડન્ડ ગ્રાહકના બેંક એકાઉન્ટમાં સીધું જ જમા થશે તથા કોઇપણ pledge કરેલા શેર પર બોનસ કે રાઈટ શેર મળવાપાત્ર થશે તો તે ગ્રાહકને જ મળશે.
7) Pledge કરવામાં આવેલ શેરની સામે તમને જે લીમીટ આપવામાં આવે છે, એ લિમિટને શેર ખરીદવા માટે માર્જિન તરીકે ઉપયોગ કરી શકો છો. અહીં કોઈ પેનલ્ટી પણ લાગશે નહીં. ઉદાહરણ તરીકે તમે 50,000/-Rs ના કોઈ શેર પ્લેજ કરશો તો તેની સામે લગભગ અંદાજીત 25,000/-Rs ની લિમિટ મળશે, આ લિમિટની સામે તમે ઈન્ટ્રાડે ટ્રેંડ પણ કરી શકો છો. દરરોજ RMS માં ફોન કરી લિમિટ કરાવવની કોઈ જરૂર નથી. તથા શેર ની ડિલિવરી ખરીદી કરશો તો આ 25000/-Rs ની લીમીટ માર્જિન તરીકે ઉપયોગ થશે.
ઉદાહરણ તરીકે તમે 125000/- Rs ની delivery ખરીદી કરશો તો 20% margin તરીકે આ લીમીટ નો ઉપયોગ થશે અને penalty લાગશે નહીં. (એક વસ્તુ ખાસ યાદ રાખવી, ડિલીવરી આજે લીધી એક વાર એટલે એનું પૂરેપૂરું પેમેન્ટ 24 -36 કલાકમાં કરવાનું રહેશે. બીજા દિવસે શેર્સ વેંચી નાખો તો પણ લીધેલી ડીલેવરીની ફુલ રકમ તો એક વાર ચૂકવવી જ પડશે, પછી ભલે તમે 1-2 દિવસ પછી પે-આઉટ પાછુ માગી રકમ પરત આપની બેંકમાં લઇ જઈ શકો છો.
8) IPO માં લાગેલા શેર વેચવા માટે કોઈ માર્જિન આપવાની જરૂર હોતી નથી. તો IPO ભરતા સમયે શેર વેચતા પેલા માર્જીન એડવાન્સમાં જમા રાખવું પડશે તેવી કોઈ મુંજવણ રાખવી નહી.
9) નવા નિયમ પ્રમાણે તમારા પલીજ કરેલા શેર પણ તમારા ડી-મેટ અકાઉન્ટ માં જ રહેશે, એટલે કે તમે બ્રોકર પાસે થી અથવા NSDL/CDSL પાસેથી શેરનું સ્ટેટમેન્ટ મેળવશો ત્યારે પ્લેજ કરેલા અને ડીમેટ માં રહેલા તમારા બધા જ શેર એક જ સ્ટેટમેન્ટ માં આવી જશે. તો ગ્રાહકના શેરની સુરક્ષા માટે સેબી (SEBI)એ આ નિયમો બનાવ્યા છે..