ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગસ્ટ 2020
મુંબઈમાં જે રીતે માલ મિલકતની નોંધણી થયી રહી છે તેના આધારે કહી શકાય કે સ્લો ડાઉન સાથે કોઈ મતલબ નથી. કુલ 21,311 દસ્તાવેજોની નોંધણી દ્વારા જુલાઈ મહિનામાં મુંબઇએ 242 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યા બાદ કોઈ શહેરને થયેલી આ સૌથી વધુ આવક છે. ખાસ કરીને સ્થાવર મિલકત ઉદ્યોગમાં.
નોંધણી અને સ્ટેમ્પ્સ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં કોવિડ 19 રોગચાળાને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી, દેશભરની સરખામણીમાં મુંબઈમાં સૌથી વધુ આવક નોંધાયી છે.
# એપ્રિલ મહિનામાં નોંધણીના આંકડામાં ગંભીર મંદી જોવા મળી હતી, જ્યાં માત્ર 27 દસ્તાવેજો નોંધાયા હતા. એપ્રિલમાં તાજેતરના ઇતિહાસની સૌથી નીચી રૂ. 43,547 ની આવક થઈ હતી.
# મે મહિનામાં આંકડા થોડા વધારે નોંધાયા હતા. કુલ 1,404 દસ્તાવેજો નોંધાયેલા સાથે, એકત્રિત થયેલી આવક રૂ. 18.12 કરોડ હતી.
# જૂન મહિનાના આંકડા મુજબ 13,652 દસ્તાવેજોની નોંધણીથી 179 કરોડ રૂપિયા રહ્યા હતા.
લોકડાઉન પહેલાં, આવકના આંકડા વધારે હતા. માર્ચમાં મુંબઇએ 377 કરોડની આવક થઈ હતી. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં તે 470 કરોડની નજીક પહોંચી હતી. જેનો અર્થ છે કે આ સેક્ટરમાં લોકકડાઉનને કારણે વ્યાપેલી મંદીની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. કારણ કે વેચાણ ફરી વધી રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com