Site icon

કરદાતાઓ માટે ખુશખબરી… હવે તમે 30 સપ્ટેમ્બર સુધી ઇન્કમટૅક્સ રિટર્ન ભરી શકશો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 જુલાઈ 2020

જો તમારી ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ ચૂકી ગયા હો તો ચિંતા કરવાની જરૂર નથી. કરદાતાઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખી આવકવેરા વિભાગે હવે રિટર્ન ભરવાની અંતિમ તારીખ બે મહિના સુધી વધારી આપી છે. એટલે કે, હવે તમે 30 સપ્ટેમ્બર સુધીમાં ગમે ત્યારે ઇન્કમ ટેક્સ ભરી શકો છો. દેશમાં કોરોનાવાયરસ નો પ્રકોપ વધી રહ્યો છે. આ રોગચાળાને કારણે લોકડાઉન દરમિયાન લોકોને ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઈન્કમટેકસ વિભાગે નાણાકીય વર્ષ 2018- 19 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. જેની માહિતી આયકર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આપવામાં આવી છે.

 ઉલ્લેખનીય છે કે આ ત્રીજી વખત છે જ્યારે ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે. નાણાકીય વર્ષ 2018- 19 માટે 31 માર્ચ 2020 અંતિમ તારીખ હતી. ત્યારબાદ કોરોના ને ધ્યાનમાં લઇ 30 જૂન કરવામાં આવી. બીજીવાર 31 જુલાઈ રાખવામાં આવી અને હવે જનતાની માંગને ધ્યાનમાં રાખી ITR દાખલ કરવાની તારીખ વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરવામાં આવી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version