News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંકે (RBI) તાજેતરમાં રૂપી બેંકનું(Rupee Bank) બિઝનેસ લાયસન્સ(Business License) રદ કરવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણયથી 4,500 વરિષ્ઠ નાગરિકો(Senior citizens) પોતાની વર્ષોની પૂંજી ગુમાવશે. આ રકમ લગભગ 350 કરોડ રૂપિયા જેટલી છે. મોટાભાગના લોકોએ પોતાની રિટાયરમેન્ટ(Retirement) પછીની બચત આ બેંકમાં રાખી હતી અને આ થાપણોના વ્યાજ પર તેમના ઘર ચાલતા હતા. હવે તેમની મૂળ રકમની સાથે વ્યાજ(interest) ગુમાવી દીધું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલી રૂપી કો-ઓપરેટીવ બેંકનું(Rupee Coperative Bank) બિઝનેસ લાઇસન્સ RBIએ આખરે 22 સપ્ટેમ્બર 2022 પછી રદ કરી દીધું છે. તેથી, બેંક પાસે હવે નાદારી જાહેર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. કો-ઓપરેટીવ કમિશનર(Co-operative Commissioner) દ્વારા અધિકારી અથવા સમિતિની નિમણૂક કરવામાં આવશે. આ કમિટી બેંકના નાણાંનું મૂલ્યાંકન(Valuation of money) કરશે. ત્યારબાદ તે રકમમાંથી થાપણદારોને(depositors) પરત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, તે પહેલા તેઓ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના(Deposit Insurance Corporation) પૈસા ઉપાડી લેશે.
આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને મળી રાહત- રિટેલ ફુગાવામાં થયો નોંધપાત્ર ઘટાડો- જાણો આંકડા અહીં
ડિપોઝિટ સિક્યોરિટી કોર્પોરેશને 64,000 થાપણદારોને મહત્તમ રૂ. 5 લાખ સુધીની રકમ પરત કરી છે. એટલે કે 1 કરોડ રૂપિયાની ડિપોઝિટ હોય તો પણ ખાતેદારને માત્ર 5 લાખ રૂપિયા જ મળ્યા છે. જો થાપણ 5 લાખથી ઓછી હોય, તો રકમ પરત કરવામાં આવે છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ(Board of Directors) દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે પરત કરાયેલી રકમ રૂ. 700 કરોડ છે.