મોદીનું નારાયણ-નારાયણ. લઘુ ઉદ્યોગ ખાતા માટે આટલા કરોડ રૂપિયા કર્યા મંજૂર.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ખાતા માટે લગભગ 6,062.45 કરોડ રૂપિયાના કાર્યક્રમને મંજૂરી આપી છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ ખાતાની કામગીરી સુધારવા માટે વર્લ્ડ બેંકની મદદથી આ ભંડોળ આપ્યું છે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રેઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પર્ફોમન્સ આ યોજના વર્લ્ડ બેંકની સહાયતાથી કેન્દ્ર સરકારે અમલમાં મકી છે. આ યોજના આર્થિક વર્ષ 2022-23માં ચાલુ થશે.

આ સમાચાર પણ વાંચો :  ડિજિટલ ઇન્ડિયા! માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આટલા કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન; જાણો વિગતે

આ યોજના માટે કુલ ખર્ચ 6,062.45 કરોડ રૂપિયા જેટલો છે. તેમાંથી 3,750 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકની લોન હશે. તો બાકીના 2,312.45 કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી આપવામાં આવવાના છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More