News Continuous Bureau | Mumbai
National Bank for Agriculture and Rural Development: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા ભટાર ( Bhatar ) સ્થિત ઉમાભાવન ( uma bhavan ) ખાતે શિવ શક્તિ સખી મેળાનો ( Shiva Shakti Sakhi Mela ) પ્રારંભ કરાયો હતો. જેમાં સમગ્ર સુરત ( Surat ) જિલ્લાના ૪૫થી વધુ સખી મંડળો દ્વારા સ્ટોલો ઉભા કરીને ચીજવસ્તુઓનું વેચાણ ( sale ) અને પ્રદર્શન ( exhibition ) યોજાયું છે.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar 1
ગ્રામીણ મહિલાઓને ( rural women ) આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ તેઓને રોજગારી તક આપવાના હેતુસર આયોજિત મેળામાં સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા મસાલા, અથાણાં, હેન્ડીક્રાફટની વસ્તુઓ, હેન્ડમેડ ઘરેણાં, બાંબુમાંથી બનાવેલા રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ, ગાયના છાણમાંથી તૈયાર કરાયેલા કુંડા, દીવા અને ધૂપ, કોસ્મેટિક ચીજવસ્તુઓ, વેસ્ટ ફૂલોમાંથી તૈયાર કરાયેલી અગરબત્તીઓ, મેક્રમમાંથી બનાવેલી વસ્તુઓ માટેનાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar
આ સમાચાર પણ વાંચો : Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો
ડાંગ, વલસાડ, માંડવી, પલસાણા અને ઓલપાડ સહિતના વિવિધ તાલુકાઓમાંથી વેચાણ અર્થે આવેલા સખી મંડળોની વિવિધ બનાવટોનો શહેરીજનોને બે દિવસ ખરીદીનો લાભ મળશે.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar