ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
આરબીઆઈએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર લાદવામાં આવતા ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે.
RBIના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, બેંકો તેમના ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનને બદલે ૨૧ રૂપિયા ચાર્જ કરી શકશે. તેમાં ટેક્સનો પણ સમાવેશ થતો નથી.
બેંકો હાલમાં ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. તેમાં ટેક્સનો સમાવેશ થતો નથી.
આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી અમલમાં આવશે.