ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 જુલાઈ 2020
વેપારીઓની મનમાની હવે નહીં ચાલે. જો ખરાબ વસ્તુ થી ગ્રાહકનું મૃત્યુ થશે તો વેચાણ કર્તાને સાત વર્ષની કેદ થશે. આ માટે કંપની, વ્યાપારી અને ડિસ્ટ્રીબ્યુટર પણ જવાબદાર ગણાશે. ખાસ કેસમાં 10 લાખ રૂપિયા સુધીનો દંડ થયી શકે છે.
હવે ગ્રાહક સુરક્ષા કાયદા નો કડક અમલ શરૂ થઇ ગયો છે. આ કાયદો સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો ગયો છે જે ગ્રાહકોને વધુ મજબૂત બનાવે છે.
જાણો શું છે કાયદાની જોગવાઈ ઓ :–
# ભ્રામક જાહેરાતો આપનારને દંડ થશે અને જો ખરાબ માલ ને કારણે ગ્રાહકનું મોત થાય તો કંપનીના માલિકો, વ્યાપારી અને ડિસ્ટ્રીબ્યુટર ને સાત સાલ ની સજા ઉપરાંત આજીવન કેદની સજા પણ થઇ શકે છે.
# નવા સુધારેલા કાયદામાં ઓનલાઇન વ્યાપાર અને ઠગી કરનારને પણ આવરી લેવામાં આવ્યા છે.
# ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરનારી કંપની કે વેપારીને તુંરત દંડ સાથે એક થી છ મહિનાની કેદ.
# કન્ઝ્યુમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીનો કેસ અને રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચમા એક કરોડથી 10 કરોડ રૂપિયા સુધીનો વિવાદ હોય તો કેસ ચલાવવામાં આવશે.
# જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં દસ કરોડ રૂપિયાથી ઉપરના કેસોની સુનાવણી થશે.
# જો કોઈ ગ્રાહકને ખરાબ માલ ને કારણે ઇજા પહોંચી હશે તો તેવા કેસમાં દંડની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા સુધી સાથે જ સાત વર્ષ સુધીની સજા પણ થઈ શકશે.
આમ અત્યાર સુધી વેપારીઓ, ઉત્પાદકો પોતાની મનમાની કરતા હતા. પરંતુ ગ્રાહક સુરક્ષા કાયદામાં સંશોધન કરી તેને વધુ કડક બનાવવામાં આવ્યો છે. આથી ગ્રાહકોને હવે તુંરત ન્યાય મળવાની આશા જાગી છે..
પરતું એ માટે ગ્રાહકોને પણ જાગૃત બનવું પડશે એવો નિષ્ણાતો નો મત છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com