News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે આશરે ૬૦ હજાર કરોડના ખર્ચે નવી મુંબઈ ( Navi Mumbai ) ખાતે નવું જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક ( New Jewellery and Gems park ) બનાવવામાં આવશે. આ પાર્કને કારણે આશરે એક લાખ લોકોને રોજગાર મળશે. થોડા દિવસ અગાઉ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના પદાધિકારીઓ ઉપર મુખ્યમંત્રીને મળ્યા હતા તેમજ આ સંદર્ભે વાત કરી હતી.
મીટિંગ પત્યા પછી ઉપમુખ્યમંત્રીએ જાહેરાત કરી કે જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું કામ 2 ફેઝમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં 25 એકર ના જમીન પર વિશ્વનું સૌથી મોટું જેમ્સ અને જવેલરી પાર્ક બનાવવામાં આવશે. જેમાં retail, મેન્યુફેક્ચરિંગ, તેમજ શોરૂમ હશે.
આ સમાચાર પણ વાંચો: Business News : અમેરિકા સહિત યુરોપના દેશોએ વ્યાજદર વધાર્યા. ભારતીય શેરબજાર પર તેની અસર પડશે.
આ કામ ઝડપથી પાર પડે તે માટે ઉપર મુખ્યમંત્રીએ બાંહેધરી આપી છે કે તેમણે તમામ વિભાગો સાથે ચર્ચા કરી છે અને એપ્રુવલ ઝડપથી મળે તે માટે કામ ચાલુ છે.