માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસ મહામારીના સમયમાં આગામી ચારથી છ મહિના ખૂબ ખરાબ હોઇ શકે છે.
ગેટ્સે કહ્યું કે, મહામારી દરમિયાન આગામી ચારથી છ મહિના ખૂબ ખરાબ હોઇ શકે છે. IHME (ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલેશન)નો અંદાજ છે કે, બે લાખથી વધુ લોકોનું મોત થશે. જો આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું જેવા નિયમોનું પાલન કરીએ તો આ સંભવિત મૃત્યુમાંથી મોટાભાગનાને રોકી શકાય છે.
