ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
કોરોના મહામારી દરમિયાન હોટલો બંધ હતી, એવા સમયે લોકો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હતા. હવે કોરોના ઓછો થઈ ગયો છે. છતાં લોકોનું ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ક્રેઝ ઓછો થયો નથી. પરંતુ હવે તમને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું નવા વર્ષથી મોંઘુ પડી શકે છે.
ફૂડ ડીલવરી એપ પર ખાદ્ય પદાર્થ ઓર્ડર કરનારા ગ્રાહકોને હવે પાંટ ટકા ટેક્સ ચૂકવવો પડવાનો છે. કેન્દ્ર સરકારે ઝોમેટો અને સ્વીગી જેવી ફૂડ ડિલિવરી કરતી એપ્સ પર પાંચ ટકાનો કર લગાવ્યો છે. આ નવો નિયમ પહેલી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે.
લાંબા સમયથી આવી ફૂડ ડિલિવરી કરતી એપ્સને ગુડ્સ સર્વિસ ટેક્સ(જીએસટી) હેઠળ લાવવાની માગણી થઈ રહી હતી. 17 સપ્ટેમ્બરની બેઠકમાં તેને મંજૂર કરવામાં આવ્યું હતું. તે મુજબ નવો નિયમ નવા વર્ષના પહેલા દિવસથી અમલમાં આવી જશે.
કાયદેસર રીતે આ પાંચ ટકાનો ટેકસ ગ્રાહકના માથા પર આવવાનો નથી. કારણ કે સરકાર ફૂડ ડિલિવરી કરતી કંપની પાસેથી આ ટેક્સ વસૂલ કરશે. પરંતુ ફૂડ ડિલિવરી કરનારી આ એપ્સ ગ્રાહક પાસેથી કોઈ પણ સ્વરૂપમાં પાંચ ટકાનો કર વસુલ કરી શકે છે.