ગૃહ મંત્રાલયે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક મળી આવેલી શંકાસ્પદ એસયુવીના કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) ને સોંપી દીધી છે.
હવે NIAએ ભાળ મેળવવાની કોશિશ કરશે કે એન્ટિલિયાની બહાર સ્કોર્પિયો ઉભી રાખવાનો હેતુ શું હતો અને તેની પાછળ કોઇનું ષડયંત્ર હતું.
આ આખા કેસની પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે NIAને તપાસ કરાવાની માંગણી કરી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે આખા કેસની તપાસ NIAને સોંપી છે.