News Continuous Bureau | Mumbai
Stock Market Opening: ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ 300 પોન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે. તે જ સમયે, બેન્ક નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી ગયો છે. આજે બેન્ક નિફ્ટીમાં કારોબાર 44276 ના સ્તર પર ખુલ્યો છે અને પ્રથમ વખત તે ઓપનિંગ ટ્રેડમાં જ 44,300 ને પાર કરી ગયો છે. બેન્ક નિફ્ટી 14 ડિસેમ્બર 2022 પછી નવા રેકોર્ડ હાઈ પર આવી ગયો છે.
શેરબજાર કેવુ ખુલ્યુ
ભારતીય શેરબજારમાં આજે BSE સેન્સેક્સ 299.85 પોઈન્ટ એટલે કે 0.48 ટકાના વધારા સાથે 62,801.54 પર ખુલ્યો હતો અને તેમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે.
NSE નો નિફ્ટી 119.80 પોઈન્ટ એટલે કૈં 0.65 કાના વધારા સાથે 18,619.15 પર ખુલ્યો છે. બેન્ક નિફ્ટીમાં નવો રેકોર્ડ હાઈબેન્ક નિફ્ટી પ્રી-ઓપનમાં રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો અને 44,276 પ સેટલ થયો છે.
માર્કેટ ઓપનિંગ સમયે બેન્ક નિફ્ટી 258.80 પોઈન્ટ એટલે કે 0.59 ટકાના વધારા સાથે 44,276 પર ખુલવામાં સફળ રહી છે. બજાર ખુલ્યા બાદ બેન્ક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 320 પોઈનો ઉછાળો નોંધાવ્યો છે અને પ્રથમ વખત બેન્ક નિફ્ટીએ જે 44,300ની સપાટી વટાવી છે.
આ સમાચાર પણ વાંચો : મધ્યપ્રદેશના મહાકાલ લોકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મૂર્તિઓ ધરાશાઈ થઈ. જુઓ વિડિયો.