ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
જે આર્થિક લાભ ની દેશ આતુરતા થી રાહ જોઈ રહ્યોં હતો તે સંદર્ભે આજે નિર્મલા સિતારામન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાહતો નીચે મુજબ છે.
• સરકારે કોવિડ -19 રોગચાળા સામે લડવામાં ભારતીય અર્થતંત્રને રૂપિયા 6,28, 933 કરોડના પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી છે.
• આ યોજના અંતર્ગત આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાની લોન ગેરન્ટ અપાશે.
• 60 હજાર કરોડ રૂપિયા અન્ય સેક્ટરોને અપાઇ રહ્યા છે.
• પર્યટનના ઉદ્યોગને રાહત તથા પ્રોત્સાહન આપવા માટે વિદેશી પર્યટકોને વિઝા ફીમાંથી છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 31મી માર્ચ 2022 સુધી દેશની મુલાકાતે આવનારા પ્રથમ પાંચ લાખ મુલાકાતીઓની વિઝા ફી માફ કરવામાં આવશે. સરેરાશ એક વિદેશી ભારતમાં 21 દિવસ ગાળે છે અને દૈનિક રૂ. 2400 કરોડ ખર્ચ કરે છે. આને કારણે પર્યટનક્ષેત્રને પ્રોત્સાહન મળશે એવી સરકારને આશા છે.
• બાળકોલક્ષી આરોગ્ય માળખું તથા પથારીઓમાં વિશેષ વધારો કરવા માટે રૂ. 23 હજાર કરોડની ફાળવણી
• ઇમર્જન્સી ક્રૅડિટ લાઇન ગૅરંટી સ્કીમમાં રૂ. દોઢ લાખ કરોડનો વધારો કરીને રૂ. સાડા ચાર લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
• પર્યટનના ઉદ્યોગને પ્રોત્સાહન માટે 10 હજાર 700 જેટલા પ્રાદેશિક સ્તરના ટુરિસ્ટ ગાઇડ અને ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની લૉનની ગૅરંટી
• એક કરોડ 10 લાખ કરતાં વધુ લોકો (અને પેઢીઓને) અલગ-અલગ પૅકેજ હેઠળ લગભગ રૂપિયા બે લાખ 73 હજાર કરોડનો લાભ આપવમાં આવ્યો.
• 15,000 રૂપિયાથી ઓછા વેતન મેળવતા કર્મચારીઓ માટે, કેન્દ્ર સરકાર દ્વારા ઇપીએફમાં 24 ટકા ફાળો જમા કરવાની યોજના માર્ચ 2022 સુધી લંબાવી દેવામાં આવી છે.