ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 જુલાઈ 2020
રતન ટાટાનો અભિગમ ફરી એકવાર બીજા ઉદ્યોગપતિઓ અને ટ્રસ્ટના સભ્યો માટે આંખ ઉઘાડનારો સાબિત થયો છે. "પોતાના પરિવારનો કે એમનાં વંશજો નો 'ટાટા ટ્રસ્ટ' ઉપર કોઈ વિશિષ્ટ અધિકાર નથી અને ભવિષ્યમાં, પરિવારની બહારની વ્યક્તિ પણ આ ટ્રસ્ટની કમાન સંભાળી શકે છે." એવું ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટાએ, સુપ્રીમ કોર્ટમાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે.
રતન ટાટાએ કહ્યું "આ અમારી પસંદગી છે અકસ્માત નથી" 1919 અને 1932 ની શરૂઆતમાં ટ્રસ્ટના સ્થાપક સભ્યોએ 'ટાટા ટ્રસ્ટ' અને 'ટાટા સન્સ'ના શેરહોલ્ડિંગ ને કાયમી વારસો અને સંસ્થા બનાવવાના વિઝન સાથે, સભાનતાપૂર્વક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે આજે શ્રેષ્ઠતાનું એક બેન્ચમાર્ક છે."
આવું રતન ટાટા એ, મિસ્ત્રી પરિવારની માલિકીની કંપની 'સાયરસ ઈન્વેસ્ટમેન્ટ' દ્વારા દાખલ એક અરજી ના સંદર્ભે કહ્યું છે. આવુ એવા સમયે કહેવાયું છે, જ્યારે માનવામાં આવે છે કે તેઓ ટાટા ટ્રસ્ટ્સના મેનેજમેન્ટને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બદલવાની યોજના પર કામ કરી રહયાં છે…
રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે 'ટાટા પરિવારના સભ્યોની ટાટા સન્સમાં 3 ટકાથી ઓછી ભાગીદારી છે. પરિવારના સભ્યોને કોઈ વિશેષ અધિકાર અથવા ભૂમિકા આપવામાં આતી નથી. તેમજ ગ્રુપ કંપનીઓ મળીને તેમનું હોલ્ડિંગ 13 ટકા હિસ્સો ધરાવે છે અને તેમાં પણ કોઈ વિશિષ્ટ અધિકાર નથી.'
આ બાબતે જાણકારી ધરાવતા અધિકારીએ કહ્યું, 'ટાટા વિવિધ ક્ષેત્રના ટોચના લોકોની સમિતિ બનાવી શકે છે. આમાં, ખાસ કરીને પરોપકાર અને માનવતાની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા લોકોને મહત્વ આપી શકાય છે.' ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેને કમાન્ડ કરવા માટે જરૂરી નથી કે કોઈ ટાટા પરિવારનો જ હોય….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com