Site icon

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ની હવા કાઢી નાખી. હવે કોઈ જનપ્રતિનીધી સહકારી બેંક માં આ પદ નહીં લઈ શકે. અનેક રાજકીય પક્ષો ને ફટકો પડ્યો…. જાણો વધુ વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, ૨૮  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) એ  નવી અધિસૂચના બહાર પાડી છે. તે મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક પ્રશાસનના સભ્યો સહિત કોઈ પણ રાજકીય નેતા અર્બન ઓપોરેટીવ બેન્કના ડાયરેકટર બની શકશે નહીં. કેન્દ્ર સરકારે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કર્યા બાદ RBIએ આ મહત્વની જાહેરાત કરી છે. 

RBIએ બહાર પાડેલી અધિસૂચના મુજબ ડાયરેકટર તરીકે નીમાયેલી વ્યક્તિ કોઈ અન્ય બેન્ક અથવા કંપનીમાં હોદો સંભાળી શકશે નહીં.  ડાયરેકટર પદે નીમાયેલી વ્યક્તિ પર કોઈ ગુનો નોંધાયેલો હોવો જોઈને નહીં. તેમ જ મેનેજિંગ ડાયરેકટર અને ચીફ એક્ઝિક્યુટીવ પદ માટે વ્યક્તિનું ઈકોનોમિક્સ, ફાયનાન્સ અથવા બેન્કિંગમાં ગ્રેજ્યુએટ્સ હોવું આવશ્યક રહેશે. 

કોલ્હાપુરમાં મોટું ધીંગાણું : વેપારીઓ રસ્તા પર ઉતર્યા, પોલીસ અને પાલિકા વિરુદ્ધ વેપારીઓ નો સંઘર્ષ શરૂ થયો

RBIના આ નિર્ણયને કારણે જોકે આગામી સમયમાં બેન્કોમાં થતા કૌભાંડો પર નિયંત્રણ આવવાની શકયતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ છે. મોટાભાગના બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડોમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે કોઈને કોઈ રાજકીય અગ્રણી અથવા તેનો પક્ષ જોડાયેલો જ હોય છે. કોઈ પણ લાયકત વગર તેઓ ફ્કત રાજકીય વગને કારણે બેન્કોમાં પદ મેળવતા હોય છે.

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version