Site icon News Continuous Bureau | Mumbai

દુકાનના મરાઠીમાં પાટિયા રાખવાના લઈને ફેડરેશન ઓફ મુંબઈ રિટેલક્લોથ ડીલર્સ અસોસિયેશને વેપારીઓને કરી આ અપીલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ દુકાનોના પાટિયા મરાઠીમાં કરવાનું ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. તેની સામે મોટાભાગના વેપારી અસોસિયેશને સરકારના આ નિર્ણયને બિનવ્યવહારુ ગણાવ્યો હતો. એટલું જ નહીં પણ આ મેટર કોર્ટમાં હોવાથી તેમને દુકાનના નામ મરાઠીમાં કરવા માટે દબાણ લાવી ન શકાય એવો દાવો પણ ફેડરેશન ઓફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર્સ અસોસિયેશને કર્યો છે.

ગુરુવારે ફેડરેશન ઓફ મુબઈ રિટેલ ક્લોથ ડીલર્સ અસોસિયેશને એક મીડિયા રિલીઝ બહાર પાડી હતી, તેમા તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીને કારણે વેપારીઓને ઘણું નુકસાન થયું છે. સરકાર તરફથી કોઈ રાહત મળવાને બદલે હવે સરકારે નવો આદેશ બહાર પાડી દીધો છે કે દુકાનના સાઇન બોર્ડને મરાઠીમાં બદલવામાં આવે. 
   
ભૂતકાળમાં પણ આ રીતે દુકાનદારોને ધાકધમકી આપવામાં આવી છે અને મુંબઈમાં સાઈન બોર્ડ તોડીને વેપારીઓ મુશ્કેલી ઊભી કરવામાં આવી છે. એના પર વેપારી પાસે 2001થી સ્ટે છે. 2009માં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેને ફગાવી દીધો હોવાનું અસોસિયેશને કહ્યું હતું.

શુ ચલણી નોટો ફેલાવી શકે છે કોરોના? CAITએ માગ્યો આરોગ્ય મંત્રાલય અને ICMR પાસે જવાબ, જોકે સરકાર હજી મૌન; જાણો વિગત

અસોસિયેશને બહાર પાડેલી રિલીઝ મુજબ મુંબઈ એક કોસ્મોપોલિટન શહેર છે જ્યાં તમામ જ્ઞાતિ ધર્મના લોકો વસે છે અને દેશભરમાંથી લોકો મુંબઈ આવે છે. તેઓ મરાઠી સમજતા નથી. તેમ છતાં શા માટે હંમેશા મરાઠી મૂળાક્ષરોમાં સાઈન બોર્ડ કરવાનું દબાણ લાવવામાં આવે છે.  કોઈ પણ રાજકીય પક્ષ કે અન્ય કોઈ વ્યક્તિ મરાઠીમાં નામના બોર્ડ માટે દુકાનદારોને ધમકાવી શકે નહીં. 

અસોસિયેશને તેમના તમામ સભ્યોને અપીલ પણ કરી છે કે મરાઠી સાઈન બોર્ડને લઈ કોઈ તેમને ધમકાવે તો તેનો સખત વિરોધ કરો. 

Capital Gains Tax FM Statement બજેટ પહેલાં નાણામંત્રીનો મોટો ઈશારો કેપિટલ ગેઈન્સ ટેક્સના જટિલ નિયમો સરળ થશે કે મુક્તિ મર્યાદા વધશે? વિશ્લેષકોનું ગણિત સમજો
Asia Richest Person Mukesh Ambani મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ગૌતમ અદાણીને પાછળ છોડી ફરી નંબર૧ તાજ મેળવ્યો
Reliance Independence Biscuits Launch હવે બિસ્કિટ સેગમેન્ટમાં ધૂમ મચાવશે રિલાયન્સ આ રાજ્યથી થઈ શરૂઆત, ₹૫ થી ₹૧૨૫ સુધીના પેક્સ સાથે ૨૮ નવી વેરાઇટી લોન્ચ
Nita Isha Ambani Street Shopping નીતા અંબાણી અને ઈશા અંબાણી કર્જતના બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા પૌત્રપૌત્રી આદિયા અને ક્રિષ્ના સાથે દિવાળીની સ્ટ્રીટ શોપિંગ, વીડિયો વાયરલ
Exit mobile version