News Continuous Bureau | Mumbai
November Bank Holiday : નવેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો તમે નવેમ્બર મહિનામાં બેંકો ( Banks ) સાથે સંબંધિત કેટલાક કામ કરવાના હોવ તો, આ સમાચાર તમારા માટે છે. નવેમ્બર મહિનામાં દિવાળી, છટ પૂજા, લક્ષ્મી પૂજન, ભાઈબીજ, ગુરુ નાનક જયંતિ અને શનિવાર અને રવિવારની રજાઓને કારણે અડધો મહિનો એટલે કે 15 દિવસ બેંકો બંધ ( Banks closed ) રહેશે. આથી આ રજાઓને ધ્યાનમાં રાખીને બેંકોની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવી પડશે. જોકે આ દરમિયાન એટીએમ ( ATM ) અને ઇન્ટરનેટ બેંકિંગ ( Internet banking ) ચાલુ રહેશે.
નવેમ્બર મહિનામાં 15 દિવસની બેંક રજા
દિવાળી, છટ પૂજા, લક્ષ્મી પૂજન, ભાઈબીજ,અને અન્ય તહેવારોને કારણે નવેમ્બર મહિનામાં બેંકો બંધ રહે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ( RBI ) વેબસાઇટ અનુસાર, નવેમ્બર 2023માં વિવિધ રાજ્યોમાં બેંકોને કુલ નવ રજાઓ છે. જો આપણે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા અને રવિવારની રજાનો સમાવેશ કરીએ તો નવેમ્બર મહિનામાં 15 દિવસની રજાઓ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai weather: મુંબઈમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, શહેરનું તાપમાન જરાક નીચું ગયું.. ગરમીથી ક્યારે રાહત મળશે? જાણો હવામાન વિભાગનો વર્તારો.
નવેમ્બરમાં બેંક રજાઓની સૂચિ: નવેમ્બર મહિનામાં બેંક રજાઓની સૂચિ
નવેમ્બર 1 : આ દિવસ કન્નડ રાજ્યોત્સવ અને કરવા ચોથ છે. કર્ણાટક, મણિપુર અને હિમાચલ પ્રદેશમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
નવેમ્બર 5: આ દિવસે રવિવાર છે.
10 નવેમ્બર: મેઘાલયમાં બંગાળી તહેવાર માટે આ દિવસે બેંકો બંધ રહેશે.
નવેમ્બર 11: આ દિવસ મહિનાનો બીજો શનિવાર છે.
નવેમ્બર 12 : આ દિવસે રવિવાર છે અને દિવાળી પણ છે.
નવેમ્બર 13: દિવાળી અને ગોવર્ધન પૂજા હોવાથી આ દિવસે રજા રહેશે. ત્રિપુરા, ઉત્તરાખંડ, સિક્કિમ, મણિપુર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
14 નવેમ્બર: આ દિવસ બલિ પ્રતિપદા છે. આ દિવસે ગુજરાત, કર્ણાટક, સિક્કિમ અને મહારાષ્ટ્રમાં બેંક રજા છે.
નવેમ્બર 15: આ દિવસ ભાઈબીજ છે. ચિત્રગુપ્ત જયંતિના કારણે સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
નવેમ્બર 19: રવિવારની રજા
20 નવેમ્બરઃ બિહાર અને રાજસ્થાનમાં છઠ પૂજાને કારણે બેંકો બંધ રહેશે.
23 નવેમ્બર: સેંગ કુત્સ્નેમ અને ઇગાસ બગવાલનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ઉત્તરાખંડ અને સિક્કિમમાં રજા રહેશે.
25 નવેમ્બર: ચોથો શનિવાર હોવાથી આ દિવસે બેંકો બંધ રહેશે.
નવેમ્બર 26: રવિવારની રજા
27 નવેમ્બર: ગુરુ નાનક જયંતિ, કાર્તિક પૂર્ણિમા ઉજવવામાં આવશે. ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, નવી દિલ્હી, બિહાર, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં આ દિવસે રજા રહેશે.
30 નવેમ્બર : કનકદાસ જયંતિ. કર્ણાટકમાં આ દિવસે બેંકો બંધ રહેશે.