News Continuous Bureau | Mumbai
દેશના જ નહીં પણ વિશ્વના પણ સૌથી ધનાઢ્ય ગણાતા બિઝનેસમેન(richest businessman in the world) ગૌતમ અદાણી(Gautam Adani) હવે વધુ એક ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહ્યા છે, જેમાં હવે તેઓ સીધી ટાટા અને બિરલાને(Tata and Birla) ટક્કર આપવાના છે.
ગૌતમ અદાણીએ થોડા સમય પહેલા જ સિમેન્ટ ઉદ્યોગમાં(Cement Industry) પદાર્પણ કર્યું હતું. હવે તેઓ મેટલ સેક્ટરમાં(metal sector) પ્રવેશ કરવાના છે. અદાણી એન્ટરપ્રાઈઝીસ(Adani Enterprises) આ તેમની કંપની ઓડિશામાં(Odisha) એલ્યુમિના રિફાઇનરી પ્લાન્ટ(Alumina Refinery Plant) લગાડવાની તૈયારી કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ
ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ હવે નવા ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યું છે. ઓડિશાની સરકારે તેમને પ્લાન્ટ લગાડવાની મંજૂરી આપી દીધી છે. જોકે અદાણી ગ્રુપે હજી સુધી કોઈ માહિતી બહાર પાડી નથી.
મળેલ માહિતી આ પ્લાન્ટ માટે અદાણી સમુહ 5.2અબજ ડોલર એટલે કે લગભગ 41 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. એલ્યુમિનિયમ રિફાઇનરી ની કુલ ક્ષમતા 40 લાખ ટન હશે. ગૌતમ અદાણીએ ડિસેમ્બર 2021માં મુન્દ્રા એલ્યુમિનિયમ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ ક્ષેત્રમાં પ્રવેશની સાથે જ આ ફિલ્ડમાં પહેલાથી રહેલા ટાટા અને બિરલા અને વેદાંતા રિસોર્સિસ લિમિટેડને સીધી ટક્કર થશે.
આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ