News Continuous Bureau | Mumbai
Alcohol on Doorstep: ઘણીવાર તમે જોયું હશે કે દારૂની દુકાન પર ઘણી ભીડ હોય છે. લાંબી લાઈનોના કારણે દારૂ ( Alcohol ) ખરીદવો ઘણો મુશ્કેલ બની જાય છે. જો કે, હવે તમારે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે શાકભાજી અને દાળની જેમ દારૂ પણ ઓનલાઈન ઓર્ડર કરી શકાશે. હા, હવે તમે દારુ પણ ઓનલાઈન ઓર્ડર કરી શકશો.
અહેવાલો અનુસાર, આગામી કેટલાક મહિનામાં, ઓનલાઈન ફૂડ ડિલિવરી ( Online Delivery ) પ્લેટફોર્મ સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ અને બિગ બાસ્કેટ તમારા ઘરઆંગણે દારૂની ડિલિવરી ( Alcohol Delivery ) કરશે, જેના કારણે તમે મિનિટોમાં ઘરે જ દારૂનો ઓર્ડર ( Alcohol Order ) કરી શકશો. પરંતુ આ સેવા અમુક રાજ્યો માટે જ ઉપલબ્ધ રહેશે. ચાલો જાણીયે કયા હશે આ રાજ્યો જેમાં આ સેવા મેળવી શકો છો.
Alcohol on Doorstep: આગામી કેટલાક મહિનામાં આ સર્વિસ શરુ થઈ શકે છે….
Swiggy, Zomato, Blinkit અને Big Basket દ્વારા આપવામાં આવતી આ સેવામાં તમે દિલ્હી, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ અને ગોવા જેવા રાજ્યોમાં દારૂ મંગાવી શકશો. અહેવાલો અનુસાર, આગામી કેટલાક મહિનામાં આ સર્વિસ શરુ થઈ શકે છે. મળતી માહિતી મુજબ, આ તમામ રાજ્યો હાલમાં દારૂની હોમ ડિલિવરીની ( Delivery Apps ) મંજૂરી આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024-25: કેન્દ્રીય બજેટ 2024-25ની તૈયારીઓનો અંતિમ તબક્કો નવી દિલ્હીમાં રૂઢિગત હલવા સેરેમની સાથે શરૂ થયો
તમે Swiggy, Zomato, Blinkit અને Big Basket એપ્સ વિશે સારી રીતે જાણતા જ હશો કે આ એપ્સ ખાવા-પીવાની અને ઘરની જરુરિયાત વસ્તુઓની ડિલિવરી કરે છે, પરંતુ હવે ટૂંક સમયમાં આ એપ્સ તમારા ઘરે દારૂ પણ પહોંચાડશે.
જો તમે હજી સુધી તમારા મોબાઈલમાં આ એપ્સ ડાઉનલોડ કરી નથી, તો તમે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર જઈને આ ગ્રોસરી એપ્સને પહેલાથી જ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. તમારે ફક્ત પ્લે સ્ટોર પર જઈને એપનું નામ સર્ચ કરવું પડશે, તેને ઇન્સ્ટોલ કરવું પડશે અને લોગિન કરવું પડશે. એપમાં લોગ ઈન કર્યા પછી તમારે કેટલીક વિગતો શેર કરવી પડશે, જેના પછી તમે આ એપ્સનો સરળતાથી લાભ લઈ શકશો.