News Continuous Bureau | Mumbai
જો તમે નેશનલ પેન્શન સીસ્ટમ (NPS)માં રોકાણ(Invest) કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે 15 જુલાઈથી નેશનલ પેન્શન સિસ્ટમ માં કેટલાક ફેરફાર થશે. 15મી જુલાઈથી નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરવું પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે.
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(Pension Fund Regulatory and Development Authority) દ્વારા એક સક્યુર્લર(Circular) જાહેર કરવામાં આવ્યો છે. તેના દ્વારા રોકાણકારોને NPS માં રહેલા જોખમી પ્રોફાઈલ(Risk profile) બદલ જાણ કરવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. તેનો હેતુ રોકાણકારોમાં જાગૃતિ લાવવાનો છે.
15 જુલાઈથી, રોકાણકારો હવે યોજનાની જોખમી પ્રોફાઇલ વિશે માહિતી મેળવી શકશે, જેથી તેઓ નક્કી કરી શકશે કે કેટલા નાણાંનું રોકાણ(Investment of money) કરવું. રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ ગયા મહિને આ અંગે એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો.
પેન્શન ફંડ્સે હવે દરેક ક્વાર્ટરના અંતથી 15 દિવસની અંદર વેબસાઇટ પર તમામ યોજનાઓની જોખમ પ્રોફાઇલ શેર કરવી પડશે. PFRDA એ તેના સર્ક્યુલરમાં NPS માં જોખમી પ્રોફાઇલ વિશે રોકાણકારોને જાણ કરવા માટે નિયમો ઘડ્યા છે. આ નિયમો જોખમના છ સ્તરો બનાવે છે. તેઓ ઓછું, ઓછાથી મધ્યમ, મધ્યમ, મધ્યમ ઉચ્ચ, ઉચ્ચ અને અતિશય ઊંચું એમ છ સ્તર છે.
આ સમાચાર પણ વાંચો : ઘઉં બાદ હવે ઘઉંના લોટ- મેંદા સહિતના ઉત્પાદનોના નિકાસ પર પ્રતિબંધ- લેવી પડશે આ વિભાગની મંજૂરી
સૌથી મહત્ત્વની વાત એ છે કે, રિસ્ક પ્રોફાઇલિંગનું(Risk profiling) ત્રિમાસિક ધોરણે(quarterly basis) વિશ્લેષણ કરવામાં આવશે અને રિસ્ક પ્રોફાઇલમાં કોઈપણ ફેરફારની જાણ પેન્શન ફંડની વેબસાઇટ(Pension Fund website) પર કરવામાં આવશે. ઉપરાંત, NPS ટ્રસ્ટને પણ NPS વેબસાઇટ પર અપડેટ કરવા માટે સૂચિત કરવામાં આવશે.
12 મેના રોજ જારી કરાયેલા એક સર્ક્યુલરમાં યોજનાના તમામ ફેરફારોની વિગતો આપવામાં આવી છે. દરેક ક્વાર્ટરના અંતથી 15 દિવસની અંદર, તેઓ તેમની વેબસાઈટ પર 'પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર'(Portfolio Disclosure) વિભાગ હેઠળ તમામ યોજનાઓની જોખમ પ્રોફાઇલ્સ જાહેર કરશે. 31 માર્ચ સુધી વાર્ષિક ધોરણે યોજનાઓનું જોખમ સ્તર અને સમગ્ર વર્ષમાં કેટલી વખત જોખમનું સ્તર બદલાયું છે તે પેન્શન ફંડની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે. ટાયર I, ટાયર II, એસેટ ક્લાસ ઇક્વિટી(Asset class equity) (E), કોર્પોરેટ ડેટ(Corporate debt) (C), ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ(Government Securities) (G) અને સ્કીમ A સાથેના પેન્શન ફંડ્સને સ્કીમની(Pension Funds Scheme) રિસ્ક પ્રોફાઇલ જાહેર કરવી જરૂરી છે.