News Continuous Bureau | Mumbai
હાલમાં, ઓનલાઈન પેમેન્ટ માટેનું સૌથી લોકપ્રિય માધ્યમ એટલે કે UPI પેમેન્ટ સિસ્ટમ. UPI એ ત્વરિત રીઅલ-ટાઇમ પેમેન્ટ પદ્ધતિ છે જે આંતર-બેંક પીઅર-ટુ-પીઅર (P2P) ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે. આ ટ્રાન્ઝેક્શન મોબાઈલ દ્વારા આસાન સ્ટેપ્સમાં કરી શકાય છે. આ સિવાય UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ લાગતો નથી. કેશલેસ ટ્રાન્ઝેક્શનનું સસ્તું માધ્યમ મહિને વધુને વધુ લોકોને આકર્ષી રહ્યું છે. હાલમાં 381 બેંકો આના પર એક્ટિવ છે.
જોકે હવે બિન-નિવાસી ભારતીયો એટલે કે NRI પણ ભારતમાં આવ્યા બાદ UPIનો ઉપયોગ કરી શકશે. કેટલાક પસંદગીના દેશોમાંથી આવતા લોકો આ સુવિધાનો લાભ લઈ શકશે. નાગરિકો NRE અથવા NRO એકાઉન્ટનો ઉપયોગ કરીને UPI દ્વારા ચૂકવણી કરી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, આંતરરાષ્ટ્રીય નંબરો માટે પણ UPI સુવિધાને મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા વિશ્વના 10 દેશોમાં અમુક શરતો સાથે વિસ્તારવામાં આવશે.
આ દેશોમાં સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગ કોંગ, ઓમાન, કતાર, યૂુએસએ, સાઉદી અરેબિયા, યુનાઇટેડ કિંગડમ, યુએઈનો સમાવેશ થાય છે. આ સુવિધા આ 10 દેશોના NRI નાગરિકો માટે ઉપલબ્ધ હશે. NRE એકાઉન્ટ એટલે કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ કે જે અન્ય દેશોમાં રહેતા ભારતીયોને તેમની કમાણી વિદેશમાંથી ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. જ્યારે NRO એકાઉન્ટ એટલે કે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ કે જે ભારતમાં તેમની કમાણીનું સંચાલન કરવામાં મદદ કરે છે. UPI દ્વારા, તેઓ હવે આ ખાતાઓમાંથી જ પેમેન્ટ કરી શકશે. આ UPI પેમેન્ટ માટે અમુક શરતો ફરજિયાત તરીકે સ્પષ્ટ કરવામાં આવી છે. આ માટે ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અને સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.
આ સમાચાર પણ વાંચો: આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.
તમે વિદેશમાં ચુકવણી કેવી રીતે કરવી તે જાણતા નથી, ચલણ વિનિમયની પ્રક્રિયા શું છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે UPI દ્વારા તમારા ભારતીય બેંક ખાતાઓમાંથી ચુકવણી કરી શકો છો. યુપીઆઈ સિસ્ટમ હવે યુરોપમાં શરૂ થઈ ગઈ છે.
વિદેશમાં UPI ચુકવણી કેવી રીતે કરવી?
- ભારતીય બેંક સાથે UPI સેવા લિંક જરૂરી છે.
- તમારા મોબાઈલમાં BHIM UPI એપ ડાઉનલોડ કરો.
- આ સેવા વિશ્વભરમાં POS (Point of Sale) પર ઉપલબ્ધ રહેશે.
- યુરોપમાં NPCI કાર્ડની સાથે UPIનો પણ ઉપયોગ કરી શકાય છે.
- યુરોપમાં ક્વિક રિસ્પોન્સ QR કોડની મદદથી UPIનો ઉપયોગ કરવો પડશે.
- UPI નો ઉપયોગ કરીને કરવામાં આવેલી ચુકવણીઓ સંબંધિત દેશના ચલણમાં વસૂલવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય, દાદરમાં પોલીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટઆઉટ ખસેડી નાખ્યું. તો શિંદે ગ્રુપે ઉદ્ધવ ઠાકરે ને ખીજવવા માતો શ્રી સામે આ કામ કર્યું.