Site icon

ઝાટકો / અદાણીને વધુ એક ફટકો, ગ્રૂપની 3 મોટી કંપનીઓ શેર બજારની દેખરેખમાં સામેલ.

છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે, અદાણી એન્ટરપ્રાઈઝ સહિતની ત્રણ ગ્રૂપ કંપનીઓ BSE અને NSEની શોર્ટ ટર્મ એડિશનલ મોનિટરિંગ સિસ્ટમ (ASM)ના દાયરામાં આવી ગઈ છે

Gautam Adani out From top 30 Billionaires list

ગૌતમ અદાણી માથે માઠી બેઠી, અમીરોની યાદીમાં ટોપ-30માંથી પણ થયા બહાર, હવે આટલી રહી ગઇ નેટવર્થ

News Continuous Bureau | Mumbai

Share Market: છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે, અદાણી એન્ટરપ્રાઈઝ સહિતની ત્રણ ગ્રૂપ કંપનીઓ BSE અને NSEની શોર્ટ ટર્મ એડિશનલ મોનિટરિંગ સિસ્ટમ (ASM)ના દાયરામાં આવી ગઈ છે. બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જો પાસેથી મળેલી માહિતી અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝિસ સિવાય, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ અને અંબુજા સિમેન્ટ્સ પણ ASM ફોર્મેટ હેઠળ આવ્યા છે.

Join Our WhatsApp Community

શું થાય છે એએસએમ સિસ્ટમનો અર્થ ?

બજારના નિષ્ણાતોના મતે, કોઈ શેરનો ASM સિસ્ટમ હેઠળ આવવાનો અર્થ એ છે કે કારોબારના દિવસે કરવામાં આવેલી શેરની ખરીદી અને વેચાણ માટે 100 ટકા એડવાન્સ માર્જિનની જરૂરી પડશે. આ વ્યવસ્થા હેઠળ, ઊંચા અને નીચામાં વ્યાપક તફાવત, ખરીદદારોની સાંદ્રતા, કિંમત દાયરા સ્પર્શવાની સંખ્યા, બજાર બંધ થવાના દિવસે અગાઉના બંધ ભાવની સરખામણીમાં વધુ અંતર થવા અને કિંમત – કમાણી ગુણોત્તર (PE) ના જેવા ધોરણોનું પાલન કરવામાં આવે છે.

બજારના દેખરેખના આધારે થઈ પસંદગી

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSE એ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપની આ ત્રણ કંપનીઓએ ટૂંકા ગાળા માટે ઉન્નત મોનિટરિંગ માપદંડનો ભાગ બનવાની શરતો સંતોષકારક રીતે પૂર્ણ કરી છે. તેની સાથે સ્ટોક એક્સચેન્જોએ જણાવ્યું હતું કે ASM હેઠળ કંપનીની પસંદગી સંપૂર્ણપણે માર્કેટ મોનિટરિંગના આધારે કરવામાં આવે છે. આને તે કંપની સામે પ્રતિકૂળ પગલા તરીકે જોવું જોઈએ નહીં.

આ સમાચાર પણ વાંચો:  Cough Remedies: શું તમે શિયાળામાં ખાંસીથી પરેશાન છો? આજે જ અજમાવો આ 5 ઘરગથ્થુ નુસખા, જલ્દીથી તમને દુખાવામાં રાહત મળશે

અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં ગંભીર આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે. ગ્રૂપની ટોચની કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં લગભગ 60 ટકાનો ઘટાડો થયો છે.

કંપનીએ પોતાના FPO રદ કર્યા

અદાણી ગ્રૂપે તેના FPO રદ કર્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે, બજારમાં અસ્થિરતાને જોતા કંપનીના બોર્ડે FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે, કંપનીનો ઉદ્દેશ્ય શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. એટલા માટે અમે FPO માંથી મળેલી રકમ પરત કરવા જઈ રહ્યાં છીએ અને તેનાથી સંબંધિત ટ્રાન્ઝેક્શન સમાપ્ત કરીશું.

 

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version