News Continuous Bureau | Mumbai
NSE CEO Ashish Kumar Chauhan : વૈશ્વિક નાણાકીય બજારો (Global Financial Markets) મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છે, અને વોલાટિલિટી (Volatility) હવે અસામાન્ય નહીં પરંતુ સામાન્ય બાબત બની ગઈ છે. સિંગાપુરમાં થયેલી તાજેતરની પેનલ ચર્ચામાં NSEના MD & CEO, આશિષ કુમાર ચૌહાણે (Ashish Kumar Chauhan) વૈશ્વિક બજારોની બદલતી તાકાત, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની બદલતી ભૂમિકા અને ટેકનોલોજી દ્વારા પૂંજીવાદ (Capitalism)ના નવા સ્વરૂપ પર પોતાની પ્રતિક્રીયા આપી હતી.
NSE CEO Ashish Kumar Chauhan વોલાટિલિટી પ્રગતિની ઓળખ
ચૌહાણે જણાવ્યું કે બજારમાં થતી તેજી-મંદી (Volatility) કોઈ ખામી નહીં, પરંતુ આર્થિક જીવનનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે આ હૃદયના ધબકારા સમાન છે. જે રીતે ધબકારને કારણે જીવન ચાલે છે તેજ રીતે મંદી-તેજીને કારણે બજાર ચાલે છે.
આ સમાચાર પણ વાંચો : Share Market High : સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો, નિફ્ટી પણ ઉછળ્યો
NSE CEO Ashish Kumar Chauhan : ‘W’ સંસ્થાઓનું પતન
ચૌહાણનું સૌથી મહત્વનું નિવેદન કર્યું હતું કે મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનો હવે નબળા થઈ રહ્યા છે. “UN , WTO , WHO . જેવી સંસ્થાઓ નબળી પડી રહી છે,” એમ તેમણે કહ્યું.
NSE CEO Ashish Kumar Chauhan : અમેરિકી ડોલરનું ભવિષ્ય
અમેરિકી ડોલર (US Dollar) દુનિયાની મુખ્ય કરન્સી બની રહેશે? આ પ્રશ્ન પર ચૌહાણે કહ્યું કે તેનો કોઈ મજબૂત વિકલ્પ હાજર નથી.