News Continuous Bureau | Mumbai
Economic Survey 2023-24: પેટન્ટ અને સ્ટાર્ટ-અપ્સમાં ઝડપી વધારો એ દર્શાવે છે કે જ્ઞાન અને નવીનતાએ દેશમાં આર્થિક વિકાસને ટેકો આપ્યો છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) સંસદમાં રજૂ કરેલો આર્થિક સર્વે 2023-24 સંપૂર્ણ નવીનતા સંચાલિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે મજબૂત કેસ રજૂ કરે છે.
સર્વેક્ષણમાં ( Nirmala Sitharaman Economic Survey ) નોંધવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં ઔદ્યોગિક સંશોધન અને વિકાસમાં પ્રગતિ થઈ છે, જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતના સતત સુધારાથી સ્પષ્ટ થાય છે. ઇન્ડેક્સના સ્થાનિક માર્કેટ સ્કેલ ઇન્ડિકેટરમાં ભારત વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન ધરાવે છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આપવામાં આવેલી પેટન્ટની ( patent ) સંખ્યા 2014-15માં 5,978થી 17 ગણી વધીને 2023-24માં 1,03,057 થઈ ગઈ છે. આ સર્વેમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે રજિસ્ટર્ડ ડિઝાઇન 2014-15માં 7,147 હતી, જે 2023-24માં વધીને 30,672 થઈ ગઈ છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સરકારનું લક્ષ્ય વર્ષ 2023-28 દરમિયાન અંદાજે ₹50,000 કરોડના ખર્ચે અનુસંધન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF)ની સ્થાપના કરવાનું છે, જે એક સર્વોચ્ચ સંસ્થા તરીકે સેવા આપશે, જે ભારતીય ઉદ્યોગમાં વૈજ્ઞાનિક સંશોધન માટે ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક દિશા પ્રદાન કરશે.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024 : Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ.. રોજગારી અને કૃષિ પર વિશેષ ભાર.
ભારતની વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ ( start-ups ) ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડતા સર્વેક્ષણમાં જણાવાયું છે કે, ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાંથી 45 ટકાથી વધારે સ્ટાર્ટ-અપ્સ બહાર આવ્યાં છે તથા DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ-અપ્સની સંખ્યા માર્ચ, 2024 સુધીમાં વધીને 1.25 લાખથી વધારે થઈ છે, જે વર્ષ 2016માં 300 હતી. સર્વેમાં જણાવાયું છે કે આમાંથી 13,000થી વધુ સ્ટાર્ટ-અપ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ અને નેનોટેક્નોલૉજી જેવા વિવિધ વિષયોના ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. ભારતીય સ્ટાર્ટ-અપ્સ દેશમાં સ્પીયર-હેડિંગ ઇનોવેશન છે, જેમાં સ્ટાર્ટ-અપ્સે 2016થી માર્ચ 2024 સુધીમાં 12,000થી વધુ પેટન્ટ અરજીઓ ફાઇલ કરી છે, એમ ઇકોનોમિક સર્વેમાં જણાવાયું છે. સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024ના અંત સુધીમાં 135 ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સે સ્ટાર્ટ-અપ્સમાં ₹18,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જ્યારે ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં વિવિધ સ્ટેકહોલ્ડર્સને એકસાથે લાવી રહી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.