Site icon

Nvidia Jensen Huang: એક સમયે શૌચાલય સાફ કરતા હતા એનવીડિયાના CEO , હવે લાખો રૂપિયાની કંપનીના માલિક બની ગયા, કર્મચારીઓને આપ્યો આ ખાસ સંદેશ.. જાણો વિગતે..

Nvidia Jensen Huang: એનવીડિયાના સીઇઓ જેન્સન હુઆંગને પરફેક્શનિસ્ટ અને કામ પ્રત્યે ખૂબ ગંભીર તરીકે વર્ણવવામાં આવે છે. ન્યૂયોર્કના એક રિપોર્ટ અનુસાર તેઓ પોતાના કર્મચારીઓને 5 મહત્વપૂર્ણ ટાસ્ક સાથે દર અઠવાડિયે ઈમેલ કરવા માટે કહે છે. આ સિવાય તેઓ કોઈ પણ કર્મચારીના ડેસ્ક પર જઈને તેમના પ્રોજેક્ટ વિશે ચર્ચા શરૂ કરી દે છે.

Nvidia Jensen Huang Cleaned toilets, became a waiter and now the owner of the most valuable company in the world gave this special message..

Nvidia Jensen Huang Cleaned toilets, became a waiter and now the owner of the most valuable company in the world gave this special message..

 News Continuous Bureau | Mumbai

Nvidia Jensen Huang: વિશ્વની અગ્રણી ચિપમેકિંગ કંપની એનવીડિયા ( Nvidia ) અને તેના બોસ જેન્સન હુઆંગની સફળતાની કહાની દરેક માટે હાલ પ્રેરણાનું કામ કરે છે. જેન્સન હુઆંગ તેના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. સાથે જ તેઓ તેમના કર્મચારીઓ સાથે પણ હળીમળીને રહે છે. એક સમયે રેસ્ટોરન્ટમાં ટેબલ, વાસણો અને શૌચાલયની સાફસફાઈનું કામ કરતા જેન્સન હુઆંગની સંપત્તિ આજે 108 અબજ ડોલર અને એનવીડિયાની કુલ સંપત્તિ 3.1 ટ્રિલિયન ડોલર છે. તાજેતરમાં જ તેમણે પોતાના કર્મચારીઓને ( Nvidia Employees ) પ્રેરણા આપતા કહ્યું હતું કે, પોતાના જીવનમાં એટલા બધા શૌચાલયોની સફાઈ કરી છે, જે તમે બધા કર્મચારીઓએ સાથે મળીને પણ ન કરી શકો. 

Join Our WhatsApp Community

એનવીડિયાના સીઇઓ જેન્સન હુઆંગને ( Jensen Huang ) પરફેક્શનિસ્ટ અને કામ પ્રત્યે ખૂબ ગંભીર તરીકે વર્ણવવામાં આવે છે. ન્યૂયોર્કના એક રિપોર્ટ અનુસાર તેઓ પોતાના કર્મચારીઓને 5 મહત્વપૂર્ણ ટાસ્ક સાથે દર અઠવાડિયે ઈમેલ કરવા માટે કહે છે. આ સિવાય તેઓ કોઈ પણ કર્મચારીના ડેસ્ક પર જઈને તેમના પ્રોજેક્ટ વિશે ચર્ચા શરૂ કરી દે છે. જેન્સન હુઆંગ તેમના કર્મચારીઓને વધુમાં  કહ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં તેમણે જે પ્રકારનું કામ કર્યું છે તેનાથી તેમનું નેતૃત્વ વિકસાવવામાં પણ ઘણી મદદ મળી છે.

Nvidia Jensen Huang: હું મારી કંપની અને કર્મચારીઓને આગળ વધારવા માટે કોઈપણ કાર્ય કરવા તૈયાર છું…

તેમણે સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ બિઝનેસમાં ( Stanford School of Business ) એક કાર્યક્રમ દરમિયાન એક નિવેદના આપતા કહ્યું હતું કે, મને કોઈ કામ નાનું નથી લાગતું. મેં શૌચાલયોની સફાઈ પણ કરી છે. તમે તેમાંના ઘણાને જોવાની હિંમત પણ નહીં કરી શકો. તેથી જ હું મારી કંપની અને કર્મચારીઓને આગળ વધારવા માટે કોઈપણ કાર્ય કરવા તૈયાર છું. મને મારા ભૂતકાળમાંથી ઘણી પ્રેરણા મળે છે. જો તમે કોઈ પણ બાબતમાં મારો અભિપ્રાય મેળવવા માગતા હો, તો હું તમને ખુલ્લા હૃદયથી તમને સહકાર આપીશ.

આ સમાચાર પણ વાંચો  :  Gati Shakti University: ભારતીય રેલ્વેની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (જીએસવી ) વડોદરા અને એરબસે એરોસ્પેસ શિક્ષણ અને સંશોધન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

જેન્સન હુઆંગનું કહેવું છે કે,  સીઈઓનું ( CEO ) સૌથી મહત્વનું કામ અન્યને નેતૃત્વ માટે તૈયાર કરવાનું છે. મેનેજમેન્ટે તમામ લોકોને આગળ લઈ જવાની દિશામાં કામ કરવું જોઈએ. હું મારા મહત્વપૂર્ણ કાર્યો સવારે પૂર્ણ કરું છું અને મારી ટીમ માટે સમય કાઢું છું. તે સીધા અહેવાલોને પણ ઘણું મહત્વ આપે છે. તેમનું માનવું છે કે આપણે લોકોને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે ખુલ્લી છુટ આપવી  જોઈએ.

US Tariff India: અમેરિકન ટેરિફ પર રઘુરામ રાજનનો ધમાકો ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ મુદ્દે પાકિસ્તાનનો કેમ કર્યો ઉલ્લેખ?
Silver Rate Record: ચાંદીના ભાવમાં આવી સુનામી, સિલ્વર રેટ ₹૨ લાખની નજીક, રોકાણકારો માટે શું છે સંકેત?
Adani Green Block Deal: અદાણી શેરમાં ધમાકો ₹ ૨૪૦૦ કરોડની બ્લોક ડીલ બાદ રોકાણકારો આ કંપની પર મંડ્યા, શું થશે મોટી ઉથલપાથલ?
RBI: અર્થતંત્રમાં હલચલ: RBIનો ૪૫,૦૦૦ કરોડનો પ્લાન તૈયાર, ૧૬ ડિસેમ્બરે ડૉલર પર પડશે અસર
Exit mobile version