Site icon News Continuous Bureau | Mumbai

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી

Offline UPI Payments Flights Trains નેટવર્ક કનેક્ટિવિટી ન હોય તો પણ ચૂકવણી કરી શકાશે, મુસાફરોને ખરીદી અને સેવાઓ માટે મળશે મોટી રાહત

Offline UPI Payments Flights Trains  ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Offline UPI Payments Flights Trains ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) હવે મુસાફરો માટે એક મોટો અને મહત્વપૂર્ણ સુધારો કરવા જઈ રહ્યું છે. ફ્લાઇટ (હવાઈ સફર) અને ટ્રેન મુસાફરી દરમિયાન નબળા અથવા ગેરહાજર ઇન્ટરનેટ નેટવર્કની સમસ્યાને દૂર કરવા માટે NPCI એક નવી ‘TaptoPay’ ઓફલાઇન UPI પેમેન્ટ ટેકનોલોજી (Offline UPI Payments) વિકસાવી રહ્યું છે. આ સુવિધાથી મુસાફરો ઇન્ટરનેટ કનેક્શન વિના પણ સરળતાથી પેમેન્ટ કરી શકશે.

Offline UPI Payments Flights Trains – ઇન્ટરનેટ વગર કેવી રીતે કામ કરશે ‘Tap-to-Pay’ સિસ્ટમ?

સામાન્ય રીતે UPI પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોનમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. જોકે, હવામાં ઉડતા વિમાનમાં કે દૂરના વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનમાં નેટવર્ક ન મળવાના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. NPCI ની નવી સિસ્ટમ NFC (નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન) અથવા સાઉન્ડ-બેઝ્ડ ટેકનોલોજી પર કામ કરશે. આ ટેકનોલોજીથી ગ્રાહક અને મર્ચન્ટનું ડિવાઇસ ઇન્ટરનેટ વગર પણ એકબીજા સાથે કનેક્ટ થઈને કન્ફર્મેશન કોડ જનરેટ કરશે, જેનાથી પેમેન્ટ તરત પ્રોસેસ થઈ જશે.

Offline UPI Payments Flights Trains – ફ્લાઇટ અને ટ્રેન મુસાફરોને થશે સીધો ફાયદો

આ નવી સુવિધાથી ફ્લાઇટ દરમિયાન ઇન-ફ્લાઇટ મીલ્સ (In-flight Meals), સ્નેક્સ કે અન્ય સામાન ખરીદવા માટે રોકડ રકમ સાથે રાખવાની કે ક્રેડિટ કાર્ટ પર નિર્ભર રહેવાની જરૂર નહીં રહે. એવી જ રીતે, ભારતીય રેલવેના ટ્રેન મુસાફરો પણ નેટવર્ક વગર કચરા કે જંગલ વાળા વિસ્તારોમાં કૅટરિંગ સર્વિસનું પેમેન્ટ કરી શકશે. તેનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે.

Offline UPI Payments Flights Trains – ડિજિટલ ઇન્ડિયા અને NPCI નું નવું કદમ

NPCI અગાઉ UPI Lite અને UPI Lite X જેવા ઓફલાઇન ટૂલ્સ લૉન્ચ કરી ચૂક્યું છે, પરંતુ તેને ટ્રાન્સપોર્ટ અને એવિએશન સેક્ટર (Aviation Sector) માટે મોટા પાયે લાગુ કરવાની આ પહેલી યોજના છે. બેંકો અને ફિનટેક કંપનીઓ સાથે મળીને ટૂંક સમયમાં જ તેનું પાયલોટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે, આ ટેકનોલોજી આવ્યા બાદ ભારતમાં કેશલેસ ઇકોનોમીને (Cashless Economy) નવી ઊંચાઈ મળશે.

👉 આ સમાચાર વાચો:
Right To Protest Rule In India Constitution આંદોલન કરવાનો અધિકાર કે મર્યાદાઓનો ભંગ? સંસદ માર્ચ વચ્ચે જાણો બંધારણ શું કહે છે વિરોધ પ્રદર્શન અંગે

Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Crude oil crosses 90 dollars ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો કિંમતો ૯૦ ડોલરને વટાવી જતાં વૈશ્વિક બજારમાં ફેલાઈ દહેશત…
Exit mobile version