ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ ગેસનો સમાવેશ કરવા માટે દેશના તમામ રાજ્યો સહમત થયાં છે. વર્ષોથી, પેટ્રોલિયમ પેદાશો (ડીઝલ, પેટ્રોલ, ઉડ્ડયન ટર્બાઇન ફ્યુઅલ) અને નેચરલ ગેસનો સમાવેશ GST માં કરવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ સરકારે ગેસને GST માં સામેલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે પેટ્રોલ ડીઝલના સમાવેશ કરવા અંગે કોઇ સહમતિ થઇ નથી. શરુવાતમાં અનેક રાજયોએ પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સામેલ કરવા માટે સકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય ગેસને GST માં સામેલ કરવાની તૈયારી અંતિમ તબક્કામાં ચાલુ છે.. આમ છતાં ગેસ અને તેલના પદાર્થોને સામેલ કરવાનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાશે. સરકારનો ઇરાદો 2020 ના અંત સુધીમાં ગેસ પર જીએસટી લાગુ કરી દેવાનો છે. વધુમાં જાણવા મળ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવાનો રાજ્યો વિરોધ કરી રહ્યા છે. કારણ કે દેશના મોટાભાગના રાજ્યો ની તિજોરી હાલ ખાલી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ હોવાથી રાજ્યો માટે પેટ્રોલ-ડીઝલ માંથી મળતી મહેસૂલી આવક જ એક માત્ર સૌથી મોટો સ્ત્રોત છે. આથી જયાં સુધી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સામેલ કરાઇ એવી શક્યતા બહુ ઓછી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com