Site icon

2020 ના અંત સુધીમાં નેચરલ ગેસ પર GST લાગુ થઈ જશે.. પેટ્રોલ ડીઝલ પર રાજ્યો અસહમત.. વાંચો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 ઓગસ્ટ 2020

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ ગેસનો સમાવેશ કરવા માટે દેશના તમામ રાજ્યો સહમત થયાં છે. વર્ષોથી, પેટ્રોલિયમ પેદાશો (ડીઝલ, પેટ્રોલ, ઉડ્ડયન ટર્બાઇન ફ્યુઅલ) અને નેચરલ ગેસનો સમાવેશ GST માં કરવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ સરકારે ગેસને GST માં સામેલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે પેટ્રોલ ડીઝલના સમાવેશ કરવા અંગે કોઇ સહમતિ થઇ નથી.  શરુવાતમાં અનેક રાજયોએ  પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સામેલ કરવા માટે સકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો.  

 સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય ગેસને GST માં સામેલ કરવાની તૈયારી અંતિમ તબક્કામાં ચાલુ છે.. આમ છતાં ગેસ અને તેલના પદાર્થોને સામેલ કરવાનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાશે. સરકારનો ઇરાદો 2020 ના અંત સુધીમાં ગેસ પર જીએસટી લાગુ કરી દેવાનો છે. વધુમાં જાણવા મળ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવાનો રાજ્યો વિરોધ કરી રહ્યા છે. કારણ કે દેશના મોટાભાગના રાજ્યો ની તિજોરી હાલ ખાલી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ હોવાથી રાજ્યો માટે પેટ્રોલ-ડીઝલ માંથી મળતી મહેસૂલી આવક જ એક માત્ર સૌથી મોટો સ્ત્રોત છે. આથી જયાં સુધી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સામેલ કરાઇ એવી શક્યતા બહુ ઓછી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version