News Continuous Bureau | Mumbai
દેશમાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના(petrol and diesel) ભાવમાં વધારો થવાની ભીતિ વધી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) ક્રૂડ ઓઈલની(Crude oil) કિંમત ફરી બેરલ દીઠ 123 ડોલરને પાર કરી ગઈ છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલ(Brent crude oil) હાલમાં 123.80 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ(Trade) થઈ રહ્યું છે.
અમેરિકા(USA) અને ચીનમાં(China) ક્રૂડ ઓઈલની વધતી માંગને કારણે કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.
રશિયાથી(Russia) ક્રૂડ ઓઈલની આયાત(Import) પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને વેગ મળ્યો છે, સાથે જ ચીનમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં છૂટછાટના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : શું તમને પ્રાઇવેટ બેંક લોન નથી આપતી- હવે ચિંતા નહીં, સહકારી બેંકો પણ ખુલ્લા હાથે હાઉસિંગ લોન આપી શકશે- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની મોટી જાહેરાત