News Continuous Bureau | Mumbai
મોંધવારીની ચક્કીમાં પીસાય રહેલા સામાન્ય નાગરિકોની પરેશાનીનો અંત નજીક માં આવે એમ જણાતું નથી. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજી ઊંચાઈ પહોંચી શકે છે અને રસોડાના બજેટમાં હજી ફટકો પડી શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખાદ્ય તેલના ભાવને અસર પહોંચી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુંબઈ પ્રાંતના મેટ્રોપોલિટન સિટીના પ્રમુખ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્ધે સૂર્યમુખી તેલની ઉપલબ્ધતા પર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના કારણે સોયા અને પામ તેલની માંગમાં વધારો થયો છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં સોયાબીનનો પાક ઘણો નબળો છે, તો ઈન્ડોનેશિયા અને આર્જેન્ટિનાએ તેલ નિકાસના નિયમો વધુ કડક બનાવ્યા છે. તાજેતરમાં આર્જેન્ટિનાએ નિકાસ કર 31 થી વધારીને 33 ટકા કર્યો છે. એ જ રીતે ખાદ્ય તેલના મોટા ઉત્પાદક દેશોએ છેલ્લા દોઢ મહિનામાં નિકાસ કર વધાર્યો છે. તેથી તેલના દરમાં સતત વધારો થતો રહેવાની શક્યતા છે.
ખાદ્ય તેલના દરમાં થઈ રહેલા વધારાને લઈને શંકર ઠક્કરે વધુ કહ્યું હતું કે આખી દુનિયાની નજર અમેરિકન સોયાબીન અને સોયા ઓઈલ તરફ મંડાઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોયાબીન તેલમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડમાં સોયાબીન ખૂબ ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. તાજેતરમાં, યુએસ નિકાસકારોએ લગભગ 2.5 લાખ ટન સોયાબીન વેચવાની વાત કરી છે, જ્યારે ઇજિપ્તની સરકારી એજન્સીએ 80 હજાર ટન સોયા તેલ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. અહીં એપ્રિલ સુધી ભારતમાં સૂર્યમુખી તેલની આયાત માત્ર 85 હજાર ટન પર પહોંચી છે, જે ગયા મહિના કરતાં લગભગ 2 લાખ ટન ઓછી છે. સ્થાનિક બજારમાં સીંગદાણાના તેલ સિવાય સૂર્યમુખીના તેલનો કોઈ વિકલ્પ નથી. તેથી સીંગતેલમાં પણ તેજીની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : કોના પૈસાની હોળી? 5 રાજ્યોની ચુટણીને કારણે ફ્યુઅલ ભાવ સ્થગિત રખાતા ઓઇલ કંપનીઓને આટલા હજાર કરોડનો ફટકો.
બજારના જાણકારોના કહેવા મુજબ સોયા તેલમાં હાલ ભાવ સ્થિર છે. દેશભરની બજારોમાં સોયાબીનની ઓછી આવકને કારણે સોયા તેલમાં મોટા ઘટાડાની શક્યતા છે. હાલમાં નાંદેડ, અકોલા, અમરાવતી અને લાતુરમાં સોયા તેલ 1510ના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે કોટા, બુંદી 1530ના સ્તરે લગભગ સ્થિર છે. સોયા ઓઇલ પ્લાન્ટના ભાવ પણ લગભગ સ્થિર છે. મધ્યપ્રદેશના પ્લાન્ટ્સ 1505 થી 1515 ની વચ્ચે બિઝનેસ કરે છે. મહારાષ્ટ્રના 1545 અને 1550ના પ્લાન્ટના ભાવમાં પણ આ જ જોવા મળ્યું છે. સરસવની રોજની આવક 10 લાખ બોરી ઉપર રહે છે, તેમ છતાં તેલના પ્લાન્ટો ભાવ વધારીને ખરીદી કરી રહ્યા છે, જેના કારણે સરસવનું તેલ મજબૂત છે.
સરસવમાં ઘટાડાની શક્યતા ઓછી છે, તેથી તેલમાં મોટી મંદીની કોઈ શક્યતા નથી. જો કે એપ્રિલના અંત સુધીમાં મોટો બદલાવ આવી શકે છે. સીંગતેલ રાજકોટમાં 1555, બિકાનેરમાં 1550 અને જૂનાગઢ અને ગોંડલમાં 1550ની સપાટીએ બોલાતું હતું. આ તેલમાં પણ ઘટાડાની આશા ઓછી છે. લાતુરમાં સૂર્યમુખી તેલ 1710 રૂપિયા અને ચેન્નાઈમાં 1840 રૂપિયાના ભાવે વેચાવા લાગ્યું છે, જે 20 દિવસના ગાળામાં 12 થી 15 રૂપિયા પ્રતિ કિલો વધી ગયું છે. તે હજુ પણ આગળ વધી રહ્યું છે. ચોખાના નબળા પાકને કારણે રિફાઈનરીમાં તેની અસર જણાઈ રહી છે. કપાસિયા તેલમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે. કપાસિયા તેલ કડીમાં 1470 અને લાતુરમાં 1450ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
કેન્દ્ર સરકાર તેલની કિંમતોને નાથવા માટે સતત પ્રયાસો કરી રહી છે.બે દિવસ પહેલા હિતધારકો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી, પરંતુ જ્યાં સુધી સપ્લાય નહીં વધે ત્યાં સુધી ભાવને અંકુશમાં રાખવું મુશ્કેલ બની રહ્યું હોવાનું શંકર ઠક્કરે જણાવ્યું હતું.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પદાધિકારીના કહેવા મુજબ સરકારને ભાવ નિયંત્રણમાં લાવવા માટે ઘણા સૂચનો આપ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી તે સૂચનો પર ધ્યાન આપ્યું નથી. તેથી ફરીથી સરકારને વિનંતી કરવામાં આવી રહી છે, જેથી મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકોને થોડી રાહત મળી શકે.